________________ આથી ગુર્વાજ્ઞાનું ઉલ્લંઘન એટલે જિનાજ્ઞાનું ઉલ્લંઘન. તે મિથ્યાત્વજનિતકદાગ્રહથી થતું હોવાથી કૂલવાલકસાધુની જેમ અનંતસંસારનું કારણ બને છે. જે નિર્વાણાર્થી જીવનું સત કે અસત્ સર્વવસ્તુવિષયક પ્રત્યાખ્યાન સફળ છે કારણકે સંવેગ અને વિરતિથી ચારિત્રમોહનીયાદિ કર્મનો ક્ષયોપશમ થવાથી ત્યાગ કરેલ વસ્તુનો મનથી પણ ભોગ થતો નથી. વૈષયિક સુખાર્થી જીવ પ્રત્યાખ્યાન સ્વીકારતો નથી અને સ્વીકારે તો પણ સાંસારિક સુખની આશંસા હોવાથી નિવૃત્તિના પરિણામથી રહિત છે માટે તે પ્રત્યાખ્યાનથી ભોગ-સુખ મળે છે પણ મોક્ષસુખ નહિ મળતું હોવાથી પરમાર્થથી નિષ્ફળ જ છે વગેરે અનેક વિગતો આ પંચાશકથી જાણવા મળે છે. 6. સ્તવવિધિ પંચાશક : સ્તવ દ્રવ્ય અને ભાવ બે પ્રકારે છે. તેમાં દ્રવ્ય અને ભાવસ્તવ કોને કહેવાય તેની વિગતથી ચર્ચા કરી છે. જિનભવનઆદિ અનુષ્ઠાન આલોકમાં કીર્તિ, પ્રશંસા આદિ કે પરલોકમાં દેવેન્દ્ર, પદવી ચક્રવર્યાદિ ભૌતિક સુખ મેળવવાના આશયથી કરવામાં આવે તો નિદાનથી દૂષિત બની જવાથી ભાવસ્તવનું કારણ ન જ બને. માટે સાધકે કોઈ પણ અનુષ્ઠાન કરતા પૌદ્ગલિક સુખની અપેક્ષા ન જ રાખવી. આ ભાવસ્તવનું કારણ બનનાર જિનભવનાદિ અનુષ્ઠાનો આતકથિત હોવાના કારણે વિહિતક્રિયારૂપ હોવાથી સાધુના યોગો જેવા જ છે. તો તે દ્રવ્યસ્તવ કેવી રીતે ? સાધુના યોગોથી થતા શુભાધ્યવસાયની અપેક્ષાએ જિનભવનનિર્માણ આદિથી શુભ અધ્યવસાય અલ્પ થાય છે, કારણકે સાધુના યોગો સંપૂર્ણ નિરવદ્ય હોવાથી સ્વરૂપથી જ શુદ્ધ છે, જ્યારે જિનભવનનિર્માણાદિ પ્રવૃત્તિ સ્વરૂપથી સાવદ્ય છે. બીજું કારણ, સાધુઓ સર્વવસ્તુઓમાં આસક્તિ વગરના હોવાથી યતિયોગ મહાન છે, જ્યારે ગૃહસ્થો જિનભવનનિર્માણ આદિ કરનારાઓ અસાર-તુચ્છ એવા શરીર, સ્ત્રી, સંતાન, ધનાદિ પદાર્થો ઉપર આસક્તિવાળા હોવાથી દ્રવ્યસ્તવ સાધુના યોગોની અપેક્ષાએ અસાર છે. જે સંપૂર્ણ આજ્ઞાના પાલનથી થતા લાભોનું યથાર્થ જ્ઞાન શાસ્ત્રોથી થાય. શાસ્ત્રોના અધ્યયનના ભાવસાધુ જ વિશેષ અધિકારી છે. તથા ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ જ ભાવતવની પ્રવૃત્તિ કરાવે છે. આથી સંપૂર્ણઆજ્ઞાનું પાલન કરવા રૂપ ભાવસ્તવ શ્રેષ્ઠ છે અને એના અધિકારી ભાવસાધુ જ છે. અન્ય આચાર્યોના મતે પુષ્પ, આહાર, સ્તુતિ અને પ્રતિપત્તિ એ ચાર પૂજા છે જેમાં ચોથી પ્રતિપત્તિ એટલે ચારિત્રનો સ્વીકાર જીવનના અંત સુધી નિત્ય હોવાથી ચોથી પૂજાને મહાન માને છે વગેરે વિશેષતાઓ આ પંચાશકમાં રજૂ કરાઈ છે. 7. જિનભવનવિધિ પંચાશક : જિનાજ્ઞાપાલનથી ધર્મ-શુભકર્મ-પુણ્ય થાય અને 23