________________
વિવિધ પુષ્પવાટિકા.
ૐ ક્ષમાપના.
હું ભગવાન ! હું બહુ ભૂદી ગયા, મેં તમારા અભૂલ્ય વચનાને લક્ષ્યમાં લીધા નહી, તમારા કહેલાં અનુપમ તત્ત્વાના મે* વિચાર કર્યો નહીં.
( ૧૨ )
તમારા પ્રણીત કરેલાં ઉત્તમ શીલને મે સેલ્યુ નહીં, તમારા કહેલાં યા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હું ભગવાન્ ! હું ભૂલ્યા, આથડ્યો, રઝળ્યા અને અનંતસ'સારની વિટંબણામાં પડ્યો છું. હું પાપી છું, હું બહુ મદોન્મત્ત અને કમરજથી કરીને મલીન છું. હે પરમાત્મન્ ! તમારા કહેલાં તત્ત્વા વિના મારે મેાક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયા છુ, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા ! હવે હું તમારૂ, તમારા ધર્મનું અને તમારા સાધુનું શરણુ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થાય ને હું તે સર્વ પાપથી સુક્ત થાઉં એ મારી અભિલાષા છે. આગલ કરેલાં પાપાના હુ હવે પશ્ચાતાપ કરૂં છું. જેમ જેમ હું સૂક્મ વિચારથી ઉંડા ઉતરૂં છુ, તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપને પ્રકાશ કરે છે.
તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનતજ્ઞાની, અનંતદર્શી અને શૈલેાકય-પ્રકાશક છે. હું માત્ર મારા હિત અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું, એકપણ તમારા કહેલા તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તા (મા) માં ` અહોરાત્ર હું રહું એજ મારી આકાંક્ષા અને વૃત્તિ થાએ.
હૈ સર્વાંત્ત ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કઈ અજાણ્યું નથી, માત્ર પશ્ચાતાપથી હું કજન્ય પાપની ક્ષમા ૐ શાંતિ ! શાંતિ ! ! શાંતિ ! ! !
www.umaragyanbhandar.com
ઈચ્છું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat