________________
(૧૬૪) વિવિધ પુષ્પવાટિકા.
સંમેતશિલ શિખરે પ્રભુ પાર્થ સેહે, સંખેશ્વરા અમીઝરા કલિકુંડ મેહે;
શ્રી અશ્વસેન કુલદીપક માતુ વામાં, નિત્યે અચિંત્ય મહિમા પ્રભુ પાર્શ્વનામા. સિદ્ધાર્થરાય ત્રિશલા સુત નિત્ય વંદે, આનંદકારક સદા ચરણારવિંદે; જે શાસને ધરતણે ઉપકાર પામી, પૂજું પ્રભુચરણ શ્રી મહાવીર સ્વામી. વેતાંબરી શુભ પરંપર આદ્ય જેની, સંવેગ રંગ રસ રંગિત આત્મ તેની; શાક્ત શુદ્ધ ઉપદેશક મુખ્ય સૂરિ, શ્રી પાર્શ્વ ચંદ્ર ગુરૂરાજ પ્રતાપ ભૂરિ. ચંદ્રાર્ધ શેભિત વિશાલ કપાલ કાંતિ, શ્રી હર્ષચંદ્ર સૂરિરાજ સ્વભાવ શાંતિ; શિવે થયા તપદે સૂરિ હેમચંદ્રો, છે જેક ભ્રાત કુશલેંદુ સુમુક્તિચંદ્રો. પાટે પરંપર યુગધર ઉગ્રભાગી, ઋદ્ધિ પરિગ્રહ મહામદ મેહ ત્યાગી; તે વિદ્યમાન વિચરે ગુણવંત આજે,
શ્રી ભાતૃચંદ્ર ગુણ નિર્મલ સૂરિરાજે. વિખ્યાત શ્રી ગુરૂ સદા હર્ષચંદ્ર હેતે, તેના પ્રતાપ સુપસાયથી શાંત ચિત્તે, દ્વાત્રિશિકા સ્તુતિ જિતેંદ્ર અખંડ કાવ્યું, શ્રેયે વસંતતિલકા કૃતિ શુદ્ધ ભાવે.
૪૨
૧ ચરણકમલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com