________________
મનાવવી ઠીક નથી, શાસ્ત્રવિરૂદ્ધ, સમયવિરુદ્ધ, અનુભવવિરૂદ્ધ અને યુકિતવિરૂદ્ધ છે.
પ્ર–સ્વપ્નનું ઘી સાધારણ ખાતામાં જઈ શકે? ઉ–જઈ શકે
પ્ર–દેરાસરમાં જે ચામર વપરાય છે તે ચમરી ગાયનાં પૂછડાં કાપીને તૈયાર કરવામાં આવે છે. એટલે એ ચામરે પાછળ હજારે–લાખ ગાનાં પૂંછડાં કાપી નાખવામાં આવે છે, અને કેટલીક વખત તે એ ગાના પ્રાણ પણ નિકળી જાય છે. તે આ રીતના ચામર દેરાસરમાં ઉપયોગમાં લેવા વ્યાજબી છે? - ઉ૦–ના, વ્યાજબી નથી, એમાં હિંસા છે, પંચેન્દ્રિય–વધનું મોટું પાપ છે. દયાળુઓએ તેવા ચામર દેરાસરમાં હગિજ ન રાખવા જોઈએ. બીજી રીતની બનાવટના ચામરેથી કામ લઈ શકાય
પ્રહ–જે રેશમ જીવહિંસાથી પિદા થાય છે તે વાપરવાનું શાસ્ત્રકારનું ફરમાન હોય ખરું?
ઉન્ન હોય. કેમકે તેઓ અહિંસાવાદી હોઈ હિંસાને રસ્તે લેવાનું કદી ફરમાન ન કરે.
પ્રવ-જીવન-વિકાસના મૂળ પાયા તરીકે આપ શું પ્રબોધે છે?
ઉ –આરેગ્ય, સંયમ, વ્યાયામ અને સુશિક્ષણ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com