________________
૩૦
પોતાના વિહાર દરમ્યાન અગર ચાતુર્માસ દરમ્યાન તેઓશ્રી શાસનની અનેકવિધ સેવામાં જ વખત પસાર કરતા તેઓશ્રીએ પ્રથમ તે કચ્છ જેવા એક ખુણે પહેલા પ્રદેશમાં વિહાર કર્યો. ભૂજ અને માંડવીમાં બએ ચોમાસાં કર્યા એમ ચાર વર્ષ કચ્છ દેશમાં વિચારવાનું એક કારણ હતું અને તે પિતાના જીવનકાર્યનું. તીર્થોદ્ધાર એજ પછી તે તેઓશ્રીને જીવન મંત્ર થઈ પડયો હતો.
ઘોડા વખત પૂર્વજ (ગયા વર્ષમાંજ) પાટણના શ્રેષ્ઠિ શિરોમણી શેઠ નગીનચંદ કરમચંદે પાટણથી કચ્છમાં આવેલાં ભદ્રશ્વરાદિ તીર્થોનો ચતુર્વિધ સંધી કાર્યો હતો, એજ ભદ્રેશ્વર તીર્થને પ્રથમ પ્રસિદ્ધિમાં લાવનાર આપણા ચરિત્રનાયક હતા. ભદ્રેશ્વર તીર્થને પ્રસિદ્ધિમાં લાવ્યા એટલું જ નહિ પણ તેને ઉદ્ધાર કરાવી પ્રાચીન તીર્થ તરિકેની તેની મહત્તા કાયમ રખાવી. એ કારણે જૈન સમાજ તેમના યશોગાન ગાય એ સ્વાભાવીક છે.
ત્યારપછી અવારનવાર ત્રણ ચાતુર્માસ તેઓશ્રીએ મહુવા 1 કાઠીયાવાડ)માં કર્યા, ત્યાં પણ તેઓશ્રીએ ઓછો ઉપકાર નથી કર્યો
૧ આ સંઘમાં સંઘવી શેઠ નગીનચંદભાઇના ભક્તિભર્યા અતિ આગ્રહથી ચરિત્રનાયકના મુખ્ય શિષ્ય ૫ ખાગ્નિવિજયજી મહારાજ પણ પધાર્યા હતા અને સંઘવીજીના અતિ આગ્રહથી જ તેમણે સાયેલા નિવાસી દેશાઈ દીપચંદ હેમચંદ તથા તેમની બહેન લેરીબાઈને રાજકેટ મુકામે દીક્ષા આપી મુનિ દીપવિજયજી તથા સાધી લબ્ધીશ્રીજી નામ રાખ્યું હતું અને ભારે ધામધુમ થઈ હતી દીક્ષા અવસરે લગભગ દશ હજાર શ્રાવક શ્રાવિકાઓ તથા ત્રણ (૩૦૦) આશરે સાધુ સાધ્વીઓ હાજર હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com