________________
૧૧.
શકે એ વિચારજ જન સ્વભાવને મુગ્ધ કરે છે. આપણે ઈતિહાસમાં વાંચીએ છીએ કે જ્યારે વીર શીવાજી ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને રામાયણ અને મહાભારત વાંચવાના કેડ હતા. નરકેશરી નેપિલીઅન પણ જ્યારે ગર્ભમાં હતું ત્યારે તેની માતાને પણ રણ ક્ષેત્રના જ વિચારે હતા. એ વિચારોની અસર જગત જાણી શક્યું છે. અને એમજ આપણા ચરિત્ર નાયકની માતાની ઉગ્ર ધર્મવૃત્તિએ તેમના પર ગર્ભાવસ્થામાં જ ધર્મનું ઉત્તમભાન કરાવ્યું અને તેના પરિણામે ચરિત્ર નાયકે ગર્ભાવસ્થામાં જ પોતાના જીવનને જીવનની ધ્યેય પ્રાપ્તિના ઉચ્ચ માર્ગે દોરવાનો નિશ્ચય કર્યો હોય એ સ્વભાવીક છે. તેની સ્પષ્ટ સાબીતિ વાંચક હવે પછી જાણી શકશે.
ચરિત્ર નાયક ગર્ભમાં આવતાં જ તેમનું કુટુમ્બ જાહોજલાલી ભોગવતું થયું. એ પુન્યાત્માના પુન્યનું પરિબળ હતું. પછી તે ચરિત્ર નાયકને જન્મોત્સવ બહુ ધામધુમ પૂર્વક ઉજવાય અને તેમનું નામ સુગમલજી રાખવામાં આવ્યું.
“ પુત્રના લક્ષણ પારણમાંથી જ ” એ લોકોકિત અનુસાર તેમનામાં પડેલા સુસંસ્કારનું દર્શન સેને તેમની બાલ્યાવસ્થામાં થયું. તેમની ધર્મરૂચી-વિનય-પ્રમાણીકતા અને સદ્વર્તન મોટી ઉમર થતાં એટલું તે ચેકસ અને ઉચ્ચ બન્યું કે જે તેમના સહવાસમાં આવતા તેમના પર અજબ છાપ પડતી. એ રિતે તેમની સંસ્કારીતાનું ભવ્ય દર્શન સૌને આનંદ આપતું. આ રિતે પુત્ર તરિકે પિતાના સુલક્ષણ પારણમાં જ બતાવી ચરિત્ર નાયકે સૌને ચકિત ર્યો. ધન્ય હો એ ભવ્યાત્માને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com