________________
પ્રથમ જણાવવામાં આવ્યા મુજબ જન ધમનું ચણતર ત્યાગ અને વૈરાગ્યના પાયા પરજ થએલું છે. ત્યાગ અને વૈરાગ્યનું પાન પ્રત્યેક જૈન બાળકને ગળથુંથીમાં જ અપાય છે. ઉપવાસ, એકાસણું, આયંબીલ, નિવિ, સામાયક,પ્રતિક્રમણ, વંદન, પચ્ચખાણ દેવપૂજા આદિ આવશ્યક ક્રિયાઓનું ભાન જૈન બાળકને બાલ્યાવસ્થામાં જ કરાવવામાં આવે છે. જગત્ જેને નિતિ કહે છે, ધર્મ કહે છે તેને જનધર્મ ધર્મ માર્ગે જવાની પ્રથમ લાયકાત માને છે, આથી જ તેને જૈન ધમના માર્ગાનુંસારીના પાંત્રિસગુણ એ નામે ઓળખાય છે. બાકી તે જૈન ધર્મના અનુયાયીઓને બે મહાન માર્ગો દેખાડવા છે અને તે દેશવિતિ અને સર્વવિરતિ, દેશવિરતિમાં એક જન તરીકેના આવશ્યક ગુણો અને ક્રિયા કાડોનો સમાવેશ થાય છે. જ્યારે સર્વ વિરતિમાં સર્વ પ્રકારે ત્યાગ વૈરાગ્ય જ્ઞાન દર્શને અને ચારિત્ર ભર્યા છે આભેદય અર્થે સર્વવિરતિ એ સર્વ શ્રેષ્ઠ માર્ગ છે એ ધર્મના પ્રણેતાએ ઉપદેશકો અને અનુયાયીઓ એજ જન અણગારો છે -( સાધુઓ છે ).
એ સર્વવિરતિના ઉપાસકે- જૈન સાધુઓ ના આચાર વિચારોથી જગત જણીતું છે સે કોઇ જૈન સાધુઓનાં અહિંસા સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહાદિ વ્રતોથી મુગ્ધ બને છે જૈન સાધુઓ કંચન અને કામિનીના સર્વથા ત્યાગી હોય છે. સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં જ એઓ અહારાણી ગ્રહણ કરે છે. પગે ચાલી હમેશાં વિહાર કરે છે. દાઢી મૂંછ અને માથાના વાળનો લોચ હંમેશાં સ્વહસ્તેજ કરે છે આવાં બહુ કષ્ટીવતે જન સાધુઓનાં છે. આવા અનેક પરિસહે સહન કરી કર્મની નિર્જરા કરી જૈન સાધુએ કેવળ સ્વ૫ર સાધનજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com