________________
તસ રક્ષા માણિભદ્ર યક્ષને ભલાવી, સુર સ્વસ્થાને પહોંચે શુભ ભાવના ભાવી. પા. ૧૫ નિદ્રા છેદે અક્ષર પંક્તિ અનુસાર, ગયો કનક મહેલમાં ભવિષ્યદર કુમાર. પા. ૧૬ તે શૂન્ય મહેલમાં કન્યા એકાકી જોઈ, પૂછ્યું આ શહેરમાં કેમ ન દિસે કેઈ, પા. ૧૭ કન્યા કહે રાક્ષસે કરી નગરમાં મારી, જીવતી રાખી ભવદત્ત તણું હું કુમારી. પા. ૧૮ તેટલામાં આવ્યા રાક્ષસ મહા વિકરાળ, શ્રેષ્ઠી સુત સામે થયે કાઢી કરવાલ. પા. ૧૯ અવધિજ્ઞાને મુજ ઉપગારી છે જાણે, રાજય આપી ભવિષ્યાનુરૂપા કરી તસ રાણ. પા ૨૦ રાય રાણી તિલકદ્વિપમાં રાજ્ય કરે છે, હંસપરે ચંદ્રપ્રભ ચરણ કમલમાં ઠરે છે. પા. ૨૧
ઢાલ બીજી, ” આવો આવે જાદાના કંથ અમ ઘર આવોરે-એ દેશી. દેખે દેખે પંચમીને પ્રભાવ, પ્રેમથી પ્રાણ રે, જેથી પુત્ર વિયોગ પલાય, થાય સુખ ખાણી રે; માતા કમલશ્રી ચિતવે એમ, પુત્ર ને આરે, આર વર્ષ થયાં કઈ ક્ષેમ, પત્ર ન લાબેરે. દેવ ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com