________________
૪
અને ભક્તિપૂર્વકજ તે થવી જોઈએ. કેટલાક ડાળીમાં એસી તે જાત્રા કરે છે. અમારા મત પ્રમાણે તેવી રીતે નવાણુ કરવાને બદલે નવજ પણ પગે ચાલીને કરવી તે શ્રેષ્ટ જણાય છે. કેમકે યાત્રા હંમેશ પગે ચાલીનેજ કરવી જોઈએ.
શાસ્ત્રમાં લખે છે કે કોઈ પણ દેવ કે દેવીની આશાતના ન કરવી અને રાજાને પ્રતિકૂળ કઈ રીતે ન બનાવવા. અન્ય લેાકેાના તીર્થ પ્રત્યે આશાતના નહિ કરવાથી તેને પણ આપણા તીર્થ પ્રત્યે અનાદર બુદ્ધિ નહિ થવાનુ ઉપયેગી શિક્ષણ આપણે આપીએ છીએ. રાજાને પ્રતિકૂળ નહિ ખનાવવાથી તે આપણા તેમજ તીર્થના રક્ષણ તેમજ હિતમાં તત્પર રહે છે. તેમ કરવાથી આપણે મિથ્યા કૃષ્ટિ બની જતા નથી કેમકે તેમ બનવાનાં આધાર તે શ્રદ્ધા ઉપર છે.
તીર્થ તારક શી રીતે છે તે સવાલ જો કે અસ્થાને છે પણ આપણે તેને ખુલાસા કરીએ. તે એટલા માટે તારક છે કે તીર્થંકર મહારાજો ત્યાં સમેાસર્યાં હોય, નિવસ્યા હોય, આત્મ કલ્યાણને સાધી માક્ષે ગયા હોય; અનેક ગણધરો, મુનિ મહાત્માએ ઈત્યાદિ પુણ્ય ચરિતાની અનેક શુભ પ્રવૃત્તિથી, ત્યાંના શુદ્ધ પુદ્ગલાથી, શુદ્ધ વાતાવરણથી એ ભૂમી એ સ્થળ પાવન બની રહેલુ હાય છે, અને તેથી પાતાની સીમામાં આવનારના આત્મા અને મનની શુદ્ધિ થાય છે અને ત્યાંના શુદ્ધ વાતાવરજીના સ્પર્શથી જે જે મહાનુભાવાએ ત્યાં રહી આત્મકલ્યાણ સાધ્યું હોય છે તેમના સ્મરણથી તેઓમાં શુભવૃત્તિમા પ્રવેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com