________________
ગણિતધ્યાય ૧ લો
ત્રણ ફળ આવે તે સ્પષ્ટ ભયાત જણવું. પછી અશ્વિન્યાદિ ગત નક્ષત્રની સંખ્યાને ૬૦ થી ગણું તેમાં સ્પષ્ટ ભયાતનું ઘડી, પળ અને વિપળાત્મક ફળ યુક્ત કરી તેને ૨ થી ગણીને ૯ ને ભાગ આપવાથી અંશાદિક સ્પષ્ટ ચંદ્ર થાય છે. ૧૪
ઉદાહરણ – અશ્વિની નક્ષત્રના પળાત્મક ભયાત ૯૯૨ ને ૬૦ થી ગણ્યા તે ૫૯૫ર થયા, તેને પળાત્મક ભભોગ ૩૪૧૪ થી ભાગ લેતાં ૧૭ ઘડી ૨૬ પળ ૨ વિપળ સ્પષ્ટ ભયાત આવ્યું. પછી ગતનક્ષત્ર રેવતીની સંખ્યા ર૭ ને ૬૦ થી ગણતાં ૧૬૨૦ આવ્યા. તેમાં સ્પષ્ટ ભયાતનાં ઘડી ૧૭ પળ ૨૬ વિપળ ૨ ઉમેરતાં ૧૬૭૭-૨૬-૨ થયા તેને ૨ થી ગણ્યા તે ૩૨૭૪-પર-૪ આવ્યા તેમાં ૯ નો ભાગ આપવાથી ૩૬૩ અંશ અર્થાત ? રાશિ ૩ અંશ પર કળા ૨૭ વિકળા સ્પષ્ટ ચંદ્ર આવ્યો.
चन्द्रगत्यानयनप्रकारः वियत्वाभ्रखनागाष्टनेत्रसंख्याविभाजिता ॥
सवर्णितभभोगेन स्पष्टा चंद्रगतिर्भवेत् ॥ १५ ॥ અર્થ—અઠ્ઠાવીસ લાખ અને એંશી હજાર ર૮૮૦૦૦૦ માં સવર્ણિત અર્થાત્ પળાત્મક ભગવડે ભાગ આપવાથી ચંદ્રની કળાત્મક સ્પષ્ટ ગતિ થાય છે. ૧૫
ઉદાહરણ–૨૮૮૦૦૦૦ ને પળાત્મક ભાગ ૩૪૧૪ થી ભાગ આપે તે ૮૪૩ કળા અને ૩૫ વિકળા ચંદ્રની સ્પષ્ટ ગતિ આવી.
अयनांशप्रकारः अथायनांशाः शरवेदवेद हीनेष्टशाकः खरसैविभक्तः ।। गतिस्तदीयेषु विलिप्तिकाः स्युर्मासंचमासं प्रतिशाककालात् ॥ १६ ॥
અર્થ –વર્તમાન શકમાંથી ૪૪૫ બાદ કરી ૬૦ થી ભાગતાં જે ફળ આવે તે અયનના અંશ અને શેષ રહેલી કળા જાણવી. વિકળા લાવવા માટે પ્રત્યેક શકના કાળ થકી માસ માસ પ્રત્યે પાંચ પાંચ વિકળા તેની ગતિ છે. આ પ્રમાણે અયનાંશા થાય છે.
ઉદાહરણ – વર્તમાન શક ૧૮૩૨ માંથી ૪૪૫ બાદ કરતાં શેષ ૧૩૮૭ રહી તેને ૬૦ થી ભાગતાં ફળ ૨૩ અંશ અને શેષ ૭ કળા રહી. વિકળા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com