________________
૧૪૮
તાજિકસારસંગ્રહ.
અર્થ:–લગ્નને સ્વામી હત્યંચવગીર ચક્રમાં ઉત્તમ બળવાન હોય તો સુખ, નીરેગતા, ધનની પ્રાપ્તિ અને હાસ્ય વિલાસાદિ સુખ આપે છે. મધ્યમ બળવાન હોય તો સુખ અને ધનને લાભ થાઓ આપે છે. તથા હીન બળવાન હોય તો અધિક કલેશ અને વિપત્તિ આપે છે. ૧૦૬ जन्मादाङ्गपतींथिहापतिसमानाथाघधीकारवान्
सूर्यो नष्टबलस्त्वगतिविलयं कुर्यानिरुत्साहताम् ॥ नीचत्वं पितृमातृतोऽप्यभिभवश्चंद्रक्षिकार्यक्षयो
दारियं च पराभवो गृहकलियाध्यादिभीतिस्तथा ॥१०७॥ અર્થ:–જેના વર્ષકાળને વિષે જન્મલગ્નસ્વામી, વર્ષ લગ્નસ્વામી, મુંથાસ્વામી, વર્ષેશ અને આદિ શબ્દથી ત્રિરાશીને સ્વામી, દિન રાત્રિને સ્વામી પંચાધિકારીઓમાંથી કઈ પણ અધિકારને પ્રાપ્ત થઈને સૂર્ય બહત્પચવગીર ચકમાં હીન બળવાન અર્થાત્ પાંચથી ન્યૂન હોય તે ત્વચારોગ અર્થાત્ કઢ, કોળીઆ દાદર આદિથી નેત્રને નાશ, ઉત્સાહથી રહિત, નીચ કર્મ ઉપર વૃત્તિ, તથા માતાપિતાથી પણ કલેશ કરાવે છે. ચંદ્રમા હોય તે નેત્ર અને કાર્યની હાનિ, દરિદ્રતા, અપમાન, ઘરમાં કલેશ, માનસીવ્યથા તથા વેગને ભય કરે છે. ૧૦૭
भौमे चलत्वं भीरुत्वं बुधे मोहपराभवौ ॥ जीवे धर्मक्षयः कष्टफला जीवनवृत्तयः ॥ १०८ ॥ અર્થ–મંગળ હોય તો તે માણસને ચલિત મન તથા ભયની પ્રાપ્તિ કરે છે, બુધ હોય તો મેહ અને પરાભવ કરે છે, ગુરૂ હોય તે ધર્મને નાશ તથા કષ્ટથી જીવિકાની વૃત્તિ કરે છે. ૧૦૮
शुक्रे विलाससौख्यानां नाशः स्त्रीभिः समं कलिः ॥ सौरे भृत्यजनादुःखं रुजो वातप्रकोपतः ॥ १०९ ॥ અર્થ:–શુક હોય તો વિલાસ અને સુખને નાશ તથા સ્ત્રીઓથી કલેશ કરે છે. શનિ હોય તો નોકર ચાકરથી દુઃખ તથા વાયુ પ્રકોપથી રેગની ઉત્પત્તિ કરે છે. ૧૦૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com