SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ - - -- - --- - - - (૨૪) - નિધાનો પ્રગટ થતાં હતા, તે સૌને પ્રિય થઈ પડી, જ્યાં જાય ત્યાં ફૂલે પૂજાતી, કોઈ તેના વચનનું ઉલ્લંઘન સરખું પણ કરતું નહિ. તે પોતાના નામ પ્રમાણે ખૂબ સ્વરૂપવાન હતી. આટલું છતાં તેણીમાં અભિમાન, કટુવચન કે દુરાચરણ મુદ્દલ નહતાં. તેણીની યુવાવસ્થા થતા તેજ નગરના એક સુશીલ સ્વરૂપવાન ગુણવાન શ્રીદત્ત નામના શ્રેષ્ઠિપુત્ર સાથે તેણીનું લગ્ન થયું. આ પુણ્ય પનોતી સુંદરી સાસરે આવી ત્યાં તેણીના અંગુઠા વડે એક કાંકરો ખણતાં સોનૈયાથી ભરપૂર નિધાન પ્રગટ થયું. તેણીનું માન વધ્યું. સ્વજન કુટુંબીઓ આદિમાં આ સુંદરી જ્યાં જાય ત્યાં તેના પગલે સૌને નિધાનો મળતાં, રાજા પણ તેને અત્યંત માન આપવા લાગ્યો. આ સુંદરી તે કોણ હતી ? ઉપર કહી ગયા તે રાજપુત્રી સર્વઋદ્ધિનો જ જીવ ત્યાંથી સમાધિપૂર્વક મરણ પામી અહીં સુંદરીપણે ઉત્પન્ન થયો હતો. એક સમયે ધર્મઘોષ આચાર્ય એ નગરીમાં પધાર્યા. રાજા પ્રમુખ નગરજનો આચાર્યદેવને વંદન કરવા ગયા. ગુરુદેવે પાપ નિવારક દાન, શીયલ, તપ અને ભાવ સ્વરૂપ ચતુર્વિધ ધર્મનો ઉપદેશ આપતાં ગુરુ મહારાજે તપનો મહિમા સમજાવ્યો કે- તપના સેવનથી આત્માને લાગેલાં કમ છૂટા પડી જાય છે એટલું જ નહિ, પણ પ્રશસ્ત ભાવથી ઉત્તમ પુણ્ય લબ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે, જેનાથી સંસારમાં અનેક પ્રકારની સુખસંપત્તિ, આરોગ્ય, વિશિષ્ટ સામર્થ્ય, તેજ વગેરે પણ જીવને મળે છે.” સુંદરીએ અહીં ઊભા થઈને વિનયપૂર્વક ગુરુને પૂછયું : ભગવન્! મેં પૂર્વે શું તપ કર્યો હશે, જેથી આ ભવમાં મારા પગલે પગલે નિધાનો નીકળે છે અને મારા સૌભાગ્યની પ્રશંસા થાય છે ? કૃપા કરી મારા પૂર્વભવની કથા કહો. આચાર્ય ભગવાને, ઉપર કહેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035281
Book TitleSutra Vidhi Sahit Akshay Nidhi Tapovidhan
Original Sutra AuthorN/A
AuthorVijaynityanandsuri,
PublisherChinubhai Shantilal Doshi
Publication Year1996
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy