SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) એ તપ કરતાં સર્વ ઋદ્ધિ વરે, પગપગ પ્રગટે નિધાન; અનુક્રમે પામે તેહ પરમપદ, સાન્વયી નામ પ્રધાન...ત૫૦ ૩ પરમત્સરથી કર્મ બંધાણું, તેણે પામી દુ:ખ જાળ; એ તપ કરતાં તે પૂરવનું, કર્મ થયું વિસરાળ...તપ૦ ૪ જ્ઞાનપૂજા ભૃતદેવી કાઉસ્સગ્ગ, સ્વસ્તિક અતિ સોહાવે; સોવન કુંભ જડિત નિજ શક્તિ, સંપૂરણ ક્રમે થાવે...તપ૦૫ જધન્ય મધ્યમ ઉત્કૃષ્ટથી કરીએ, ઈગ દો તીન વરસ; વરસ ચોથે મૃતદેવી નિમિત્તે, તે તો વીસવાવીસ...ત૫૦ ૬ એણે અનુસારે જ્ઞાનતણું વર, ગણણું ગણીએ ઉદાર; આવશ્યકાદિ કરણી સંયુત, કરતાં લહે ભવપાર...ત૫૦ ૭ ઈહભવ પરભવ દોષ આશંસા, રહિત કરે ભવિ પ્રાણી; જે પર પુદ્ગલ ગ્રહણ ન કરવું, તે તપ કહે વરનાણી...૫૮ રાત્રિજગા પૂજા પરભાવના, હય ગય રથ શણગારી ; પારણાદિને પંચશબ્દ વાજે, વાજંતે પધરાવી જે...ત૫૦ ૯ ચૈત્ય વિશાળ હોય તિહાં આવી, પ્રદક્ષિણા વળી દીજે; કુંભવિવિધ નૈવેધ સંઘાતે, પ્રભુ આગલ ઢોઈજે...ત૫૦ ૧૦ રાધનપુરે એ તપ સુણી બહુજન, થયા ઉજમાળ તપ કાજ; એહમાં મુખ્ય મંડાણ ઓચ્છવમાં, મસાલીયા સ્વરાજ...તપ૦ ૧૧ સંવત અઢાર તેતાલીસ વરસે, એ તપ બહુ ભવિ કીધો; શ્રીજિન ઉત્તમ પાદ પસાયે, પદ્મવિજ્ય ફ્લ લીધો...ત૫૦ ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035281
Book TitleSutra Vidhi Sahit Akshay Nidhi Tapovidhan
Original Sutra AuthorN/A
AuthorVijaynityanandsuri,
PublisherChinubhai Shantilal Doshi
Publication Year1996
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy