________________
“આ જગતમાં બીજી વસ્તુઓ જે કાંઈ લાભ આપી શકે, તેના કરતાં સગ્રંથ ઘણો ઉત્તમ અને વધારે લાભ આપે છે.”
“માણસને લૂગડાંલત્તાં કરતાં પુસ્તકોની વધારે જરૂર છે.”
“મહાન સ્ત્રીપુરુષોનાં ચરિત્ર સાફ સમજાવે છે કે, મહત્તાને દરવાજે સર્વ માટે સદાકાળ ઉઘાડે છે.”
“પુસ્તકે પ્રત્યેનો નેહ એ ઈશ્વરના રાજ્યમાં પહોંચવાનો પરવાનો છે.” “ખરાબ ચોપડીઓનું વાચન, એ તો ઝેર પીવા સમાન છે.”
“મહેલોથી તથા ધનવૈભવના અખૂટ ભંડારથી જે સંતોષ તમને નહિ મળે, તે સંતોષ તમને ઉત્તમ પુસ્તકોથી પ્રાપ્ત થશે.”
“લીલા વનમાં ભૂખે મરનાર પશુમાં અને આટલાં આટલાં વાંચવાનાં સાધન છતાં જ્ઞાનહીન રહેનારા મનુષ્યમાં શું તફાવત?”
સુખ, વિદ્યા અથવા પ્રમાણિકતાના પ્રેમીઓએ તે જરૂર પુસ્તકને શેખ રાખવો.”
सद्ग्रंथसामर्थ्य
સોરઠા માનવ મોટું ભાગ્ય, જે તું ઇચછે તારું; તો તે ઝટપટ જાગ્ય, સદ્ગથે હાકલ કરે. મહાપુરુષને સંગ, માનવ મળવો દેહ્યલે; આપે એને રંગ, આદેશના ગ્રંથ શુભ, અંધકાર-અજ્ઞાન, તે દૂર કરવા ઉગીયા, જ્ઞાન-સૂર્ય એ જાણુ, તુજ પૂર્વજને વારસે. લેહ સમું જે મંન, માટીમાં માટી અને કર એનું કાંચન, પારસગ્રંથ સમાગમે. માનવ મેઘે દેહ, મેહ થવા નવ બો વૃથા, અમરપણું લે એહ, જ્ઞાન ભજન ચારિત્રથી. વહેવા ચાહે વીર, હેટા જનને મારગે; ધારે જ્ઞાનચારિત્ર, ચરિત્ર વાંચી તેમનાં જીવન ઉત્તમ થાય, ચરિત્ર ઉત્તમ વાંચતાં; એ અથે વંચાય, ચરિત્રગ્રંથ ચાહથી.
દોહરા પરમ શ્રેયને પામવા, રાજી કરવા રામ, ઉત્તમ ગ્રંથ વાંચવા, કરવાં રૂડાં કામ, ભગવત ભેટે ભાવથી, કપે કાળ કરાળ; ભાવ થકી ભાઈ ભજે, ભલી ગ્રંથની માળ, વૃથા વહેતા સમયની, લેવા શુભ સંભાળ; વાંચે વીર વિવેકથી, વિવિધ ગ્રંથની માળ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com