________________
પપ પપપપ vvvvvv -
૬૧૬
શુભસંગ્રહ–ભાગ ૭ મા વણ વધી; પણ આ પરિસ્થિતિમાં તેઓએ પિતાને માર્ગ હિંમતથી લેવાને વિચાર કર્યો અને તેથી પરમાત્મામાં વિશ્વાસ રાખીને તેઓ અશાંતિવાળા વિસ્તારમાં જવા માટે બહાર પડયા.
સવારના પહોરમાં નવ વાગે તેઓ ખુલ્લે માથે નીકળ્યા. તેઓ બંગાળી મહોલ્લામાં ગયા, અને ૧૪૦ મુસ્લીમેને બચાવ્યા. કેટલીક તે સ્ત્રીઓ પણ હતી અને બાલકે પણ હતાં. બળતા ઘરમાંથી પણ કેટલાક મુસ્લીમોને બચાવ્યા હતા.
શ્રી. વિદ્યાર્થી જેવા મહાસભાના આગેવાન નેતા પણ હિંદુ લોકમાંના ગુસ્સાને શાંત પાડી શક્યા નહિ.
પણ શ્રી. વિદ્યાર્થીની અપીલની કંઈક અસર થઈ. તેમણે ઘાયલ થયેલા મુસ્લીમોને સારવાર આપવી શરૂ કરી. કેટલાકને તે જાતે ઉપાડીને સલામતીવાળી જગ્યાએ મૂકી આવ્યા. સૂર્ય માથે તપતો હતો, છતાં તેમણે પિતાની જાતની જરા પણ પરવાહ કર્યા વગર પિતાનું કામ ચાલુ રાખ્યું. પટકપુરામાં પણ તેમણે તેજ પ્રમાણે કર્યું. આખરે તેઓ ઈટવાહ બજારમાં આવ્યા.
અહીં તેમને એક લારી આપવામાં આવી હતી, જ્યાં એક મુસ્લીમ ડેપ્યુટી કલેકટર અને બે કંસ્ટેબલો તેમના કામમાં સહાય આપવાને સાથે હતા.
રસ્તામાં તેઓ જે કાઈ ઘાયલ મળે તેની સારવાર કરતા અને જે દવાખાનામાં મોકલવાની જરૂર જણાય તો દવાખાને મોકલતા. આમ કરતાં કરતાં ત્રણ વાગે તે મેસ્ટન રોડની મધ્યમાં પહોંચ્યા. ત્યાંથી તે માછલી બજાર અને ચઉબેગોલા લત્તામાં જવા માટે ઈચ્છતા હતા. અહીં પેલા પોલીસ અમલદારે વિદાય થઈ ગયા હતા, અને ત્રણ મુસ્લીમ સ્વયંસેવકેજ તેમની સાથે હતા.
તેમ છતાં કોઈ પ્રકારની પરવાહ કર્યા વગર તેઓ બહાર પયા અને કોઈ પણ જાતના રક્ષણ વગર નાનીસરાક તરફ જવા નીકળ્યા. નાઈરોઈ, ચઉબેગલા વગેરે સ્થળોએ ફરીને શ્રી. વિદ્યાથી નાનીસરાક તરફ આવ્યા. અત્રે મુસ્લીમેનાં ત્રણ ટોળાંએ બૂમ પાડતાં હતાં–પિતાને શિકાર દેખતાં આ સમૂહે પાકાર કરવા માંડશે.
બે મુસ્લીમ સ્વયંસેવકે જે તેમની સાથે હતા તે પણ હવે દોડી ગયા હતા, માત્ર એકજ સ્વયંસેવક સાથે હતો. આ સ્વયંસેવકે પિતાના ભાઈઓને ખૂબ વિનવ્યા, ખૂબ પિકાર કર્યો, પણ તેની કંઈ અસર થઈ નહિ. લોહીતરસ્યા સમૂહે તેમના રક્ત માટે પોકાર કર્યો અને કેટલાકની વિનવણી છતાં તેમને મારી નાખવામાં આવ્યા.
| મુસ્લીમ સ્વયંસેવક પણ મરાયો.
અહિંસાના સિદ્ધાંતભક્તની વેદી ઉપર આ અનુપમ બલિદાન હતું. જે સ્વયંસેવક તેમને બચાવવા માટે યત્ન કરતો હતો, તેના
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat