SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૮ શુભસંગ્રહ-ભાગ ૭ મિ એ છે કે તેની આજેજ શરૂઆત કરો. એક દિવસ રાઈટને વિચાર થઈ આવ્યું કે, જે અંદગીને તે સરમુખત્યાર માલીક છે તે પોતે ચલાવતા એક એજીન જેવી છે. તેણે ખૂબ વિચાર કર્યો તો માલુમ પડયું કે, એજીન એ મને બળ છે. સ્ટીમ (વરાળ) એ ઇચ્છાશક્તિ છે, અને ઈજનેર પોતે એ સારૂં નરસું સમજવાવાળું હૃદય છે. આ વિચાર પછી તેણે કુટેના ઠેકાણે તંદુરસ્તી, જ્ઞાનતંતુઓની સશક્તિ, પૈસાને બચાવ અને છેવટે કુટે છેડી દેવાથી કેટલે મેભ જળવાશે વગેરે વિચારોથી પિતાનું મગજ ભરી દઈ સૂઈ ગયો. આ વિચારે તેણે પોતાના મગજમાં એટલી સજજડ રીતે ઘુસાડી દીધા કે સવારમાં ઉઠતાં તેણે અજાયબી સાથે જોયું તો તેની બીડી પીવાની આદત એની મેળે નાબુદ થઈ ગઈ હતી. સત્ય એ છે કે, તમારા મગજમાં ખરા વિચાર ભરે તે ખોટા વિચારે એની મેળે ભાગી જાય છે અથવા અંદર પેસી શકતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો રાઈટને પ્રકૃતિનું અનાદિકાળનું એક મહાન તત્વ હાથ લાગ્યું હતું. મને બળ એ બીજું કશું જ નથી, પણ સારી અથવા નરસી ટેવો છે; અને ટેવ એ આપણે કેવા વિચારો કરીએ છીએ એ ઉપર બંધાય છે. અને વિચારે ! વિચારે સારા યા નરસા લાવવા એ આપણું હાથની વાત છે. આમ જે કઈ સંપૂર્ણપણે જોઈ શકે તો તે પિતાની જીંદગીને કાબુમાં રાખવાનું બળ મેળવેજ. રાઈટે આ પ્રયોગ કેટલાક મિત્રો ઉપર અજમાવ્યા, અને તે વિજયી નીવ. પાછળથી તેણે કેદખાનાના કેદીઓ ઉપર આ રીત અજમાવી, અને એથી હજારો કેદીઓ સુધરવા માંડયા. એવા સુધરેલા કેદીઓમાંથી ભાગ્યે પાંચ ટકા જેટલા બીજી વાર ગુન્હો કરી કેદખાનામાં ગયા હશે. ઘણએ કામધંધે વળગી જઈખરા શહેરીઓ બની ગયા. સાત વર્ષ સુધી રાઈટે આ પ્રમાણે કેદીઓમાં કામ કર્યા પછી કોઈએ તેને કહ્યું કે, જે આ પ્રયોગ કેદખાનામાં સફળ નીવડયો છે તો શા માટે નિશાળના છોકરાઓ ઉપર ન અજમાવવો જોઈએ ? અને એ રીતે ગુહાના મૂળને શામાટે ન છેદવું? પરિણામે રાઈટને નિશાળના વિદ્યાર્થીઓ ઉપર આ અખતરે અજમાવવાની તક મળી. છેલ્લાં ૧૦ વર્ષમાં રાઈટના આ (પાથ ફાઇડસ) માર્ગશેધકોએ ૭૫૦૦૦ વિદ્યાર્થીઓને પોતાની રીતથી વાકેફ કર્યા છે. રાઈટની ડેટ્રોઈટમાં મેટી ઑફિસ છે, અને તેની રીતનું શિક્ષણ પામેલાં શિક્ષકે તેમાં કામ કરે છે. દર અઠવાડિયે વિદ્યાથીઓ અને કેદીઓમાંથી તેને ૫૦,૦૦૦ કાગળ મળે છે. સેળ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy