SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ર શુભસંહ-ભાગ ૭ મે ચા બાળકોને ઝેર સમાન છે. ચાથી શરીરનાં ગાત્રો શિથિલ થઈ બાળક હાડપિંજર જેવાં લોહી વગરનાં કસ વગરનાં થાય છે. શરીરને ઠીક ન હોય, પેટમાં બાદી, શરદી હોય કે માથું દુઃખતું હેય તે ચા ન પીતાં સુંઠ, મરી, ફુદીનો કે એવી જ બીજી ચીજને ઉકાળીને દૂધ નાખીને પીવું ઉત્તમ છે. ચા તરીકે કોઈ જાતના પીણાની જરૂર નથી; પણ હાલના જમાનામાં મંદ પાચનશક્તિવાળા, કબજીઆતવાળા અને મંદ શક્તિવાળાને જરા ટેકાની જરૂર હોય ત્યારે તુલસી, મરી, એલચી કે એવી જ બીજી વસ્તુને ઉકાળી દૂધ વધુ નાખીને આ જાતને ઉકાળો પીવો સારે છે. દૂધ પચતું ન હોય તો આવી રીતની ચા ઉકાળી પી શકાય. કઈ પણ ચીજને ઉકાળીને, તેમાં ખાંડ અને દૂધ નાખી પીવામાં આવે તેને ચા તરીકે ઓળખવામાં આવે છે. ચાની અંદર વ્યસનવાળું તત્ત્વ તો નજ હોવું જોઈએ. અમેને ચા વગર નહિ જ ચાલે, વખત થાય એટલે ચાનું ગરમ પાણી જોઇએજ એવી ટેવ ન જ હોવી જોઈએ. ઘણું વખત ઉપર ચાને બહિષ્કાર કરવામાં આવ્યો હતો. અસહકારના જમાનામાં ચા ઘણાઓએ છોડી દીધી હતી, પણ ફરી વાતાવરણ ફરતાં ચાને પવન વધી ગયો. ચાથી આર્થિક રીતે નુકસાન છે. હાલતાં ચાલતાં, મેં સ્વાદે, મહેમાનની મીજબાનીમાં અને દરેક રીતે ચાને ઉપયોગ કરીને ખર્ચમાં ઉતરવું પડે છે. ચામાં ખાંડ, દૂધ, ચા, બળતણ અને સાથે પાન, બીડી, સેપારીના ખર્ચે થાય છે. એકત્ર રીતે ચાનું ખરચાળ વાતાવરણ છે અને તે હવે બંધ કરવાની જરૂર છે. હાલમાં ચાના બહિષ્કારની ક્રિયા થવા માંડી છે. ગામડાંઓમાં તદ્દન છોડાવા માંડે છે. નાનાં મોટાં શહેરમાં ચાના બહિષ્કાર થતા જાય છે. કાઠીઆવાડમાં કુંડલા ગામમાં તો ન્યાતિ સમસ્ત તરફથી ચા મુકાય છે. ચા પીવો નહિ અને પા નહિ અને ચા વેચવી નહિ. આવાં બંધને થયાં છે. બંધન તોડે તેને માટે ન્યાત દંડ કરે. આથી ઘરમાંથી, હોટેલોમાંથી ચાને નાશ કરવામાં આવ્યો છે. આમ કર્યા વગર આ ચેપી ચા નીકળશે નહિ, માટે આ જાતનું અનુકરણ કરવાની જરૂર છે. ચા હોટેલમાં, સ્ટેશને સ્ટેશને મળે છે અને પીવાય છે. ગમે તેવા પ્યાલામાં અપાય અને તે યાલાને બરાબર ધેવામાં ન આવે અને ફરી તેજ પ્યાલામાં બીજાને અપાય છે. આવી રીતે ચા-પીણું પીવામાં ધાર્મિક રીતે નુકસાન કરનાર છે, એ બાજુ મૂકીએ તો પણ આરોગ્યતાની દૃષ્ટિએ તો જરૂર નુકસાન કરનાર છે. ગમે તેવા ચેપી રોગવાળા ભાઈએ ચા પીધી હોય તેના ચેપની અસર બીજાને જરૂર આવે છે. આ હિસાબે પણ આ બહારનાં પીણાંઓ છોડી દેવાની જરૂર છે. આ પીણુઓ કૃત્રિમ જુસ્સ લાવનારાં છે અને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy