SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ પડિત મોતીલાલ નહેરુ ૫૫૫ ભાઈ મેતીલાલજીને ઘણું લાડ સાથે ઉછેરી વિદ્યાભ્યાસ કરાવ્યો હતો. પંડિત નંદલાલ વકીલ હતા અને બીજા ભાઈ બંસીધર જડજ હતા. પંડિત મોતીલાલજીને સાત વર્ષની ઉંમરે પ્રારંભિક શિક્ષણ આપવાનું તેમના ભાઈએ ઘેર શરૂ કર્યું હતું. સાથે સાથે ફારસી અને એરેબીક ભાષાનું જ્ઞાન પણ આપતા હતા. ૧૮૭૩ માં માધ્યમિક શિક્ષણ માટે એમને કાનપુર લઈ ગયા. આ વખતે પંડિત નંદલાલ કાનપુરમાં વકીલાત કરતા હતા, અને સાથે મોતીલાલજીને વિદ્યાભ્યાસ કરાવતા તેમજ શારીરિક શિક્ષણ પણ આપતા હતા. પંડિત મોતીલાલ વિદ્યાભ્યાસમાં હોંશિયાર હતા તેમજ દરેક પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થયા હતા. જેવા ભણવામાં હોંશિયાર હતા તેવા ફૂટબોલ, ટેનીસ, હૈકી વગેરે રમતોમાં પણ હોંશિયાર હતા. સને ૧૮૮૦ માં તેઓ એન્ટ્રન્સની પરીક્ષા પાસ કરી અલહાબાદ કોલેજમાં દાખલ થયા હતા. કોલેજમાં પણ અનેક પ્રોફેસરો પર પિતાના વિદ્યાભ્યાસથી સારી છાપ પાડી હતી. સને ૧૮૮૬ માં તેમણે હાઈકોર્ટે વકીલની પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી હતી. ૧૮૯૫માં એકટ થયા હતા. કાનપુરમાં પંડિત નંદલાલ નહેરૂએ પણ પોતાની સાથે બોલાવ્યા. સાથે સાથે તેમણે પણ પ્રેકિટસ કરવા માંડી. પંડિતજી પગભર પણ થવા નહોતા આવ્યા તેવામાં એકાએક તેમના વડીલ બંધુ નંદલાલ સ્વર્ગવાસી થયા. આથી કુટુંબનો સઘળો ભાર મોતીલાલજી ઉપર આવી પ. પંડિત મોતીલાલજીએ આ અણધારી આફતથી જરા પણ ન ગભરાતાં પિતાનો વ્યવહાર ચલાવવા માંડશે. પોતાના વડીલબંધુના કેસો પણ તેમને મળવા માંડયા. પંડિતજીએ વકીલાતમાં ટુંક મુદતમાં ઘણું નામના મેળવી અને હાઈકોર્ટમાં એક આગળ પડતા એડવોકેટ તરીકે તેમનું નામ પ્રસિદ્ધ થયું હતું. પંડિત મોતીલાલનું લગ્ન પ્રથમ નાનપણમાં થયું હતું. આ લગ્નથી એક પુત્ર થયો હતો, પણ ટુંક વખતમાં પંડિતજીનાં ધર્મ પત્ની અને પુત્ર મરણ પામ્યાં હતાં. ત્રણ ચાર વર્ષ પછી પંડિતજીએ રાવળપિંડીના રહીશ પ્રેમનાથજીનાં બહેન શ્રીમતી સ્વરૂપરાણું સાથે લગ્ન કર્યા હતાં. આ લગ્નથી પંડિતજીને ત્યાં એક પુત્રનો જન્મ થયો હતો, પણ તે ટૂંક વખતમાં મરણ પામ્યા હતા. આથી પંડિત મોતીલાલજીને ગ્લાનિ ઉત્પન્ન થઈ. પિતાની ધનસંપત્તિ વધતી ગઈ, પિતાની પ્રતિષ્ઠા દિવસે દિવસે વધતી હતી પણ પુત્રવિહોણું જીવન તેમને સાલવા લાગ્યું. પણ ઈશ્વરે તેમની અરજ સાંભળી હોય તેમ સને ૧૮૮૯ના નવેમ્બર માસની ૧૪ મી તારીખે સ્વરૂપરાણુને પેટે પંડિત જવાહરલાલે જન્મ લીધે. પંડિત જ્યાહરના જન્મ પછી પંડિત મોતીલાલજી ઘણુજ આનંદી રહેતા, www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy