SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ annnnnnnnnn AAAAAAAAAAAAAAnam અધિકારીને દદયપલટો - પ્રકરણ ત્રીજું રમણની પાયદસ્ત-જાલની આત્મશુદ્ધિ જાલ સરઘસની સામે જઈ પહો . ફેજદારને જોતાં જ લોકોએ “ વંદે માતરમ”ના પિકારોથી રસ્તો ગજાવી મે. સરઘસ જગી હતું આગલા સરઘસથી આ સરઘસ શોકમય હતું. એ પાયદસ્તનું સરઘસ હતું. ફોજદારના પડેલા ફટકા પછી ત્રણ ત્રણ દિવસની સખ્ત વેદના ભોગવીને રમણ આજ મૃત્યુ પામ્યો હતો. એના મરણના સમાચાર સાંભળતાંજ લેકે ભયભીત બની ગયાં, બજાર આખું બંધ થઈ ગયું. કોલેજના વિદ્યાર્થીઓએ પણ હડતાલ પાડી. સર્વ આ અવસાન-સરઘસમાં જોડાયા. એ સરઘસમાં હજારોએ ભાગ લીધો હતો-જાણે આખું શહેરજ ઉલટયું હોય ! સિપાઈઓને તથા સવારેને સરઘસની સાથે જ છૂટે છૂટે ઠેકાણે જાલે ગોઠવી દીધા હતા. સરઘસની વચમાં પાંચસે સ્ત્રીઓ હતી. એમાં મોખરે કૅલેજમાં ભણેલી અને રમણના હાથ નીચે ભણું ગયેલી કેટલીક પારસી સ્ત્રીઓ પણ હતી. માણેક તેમાં સામેલ હતી. જાલની નજર માણેક પર પડી; માણેકની આંખોમાં એણે કંઈક એવું જોયું, જેથી તેના આખા અંગે કંપારી છૂટી. પિતાની ધણુઆણીની દષ્ટિએ તે આજે હલકો અને નિર્બળ જણાયો. ફેજદારને જોઇને એક હિંદુ સ્ત્રી બોલીઃ “જદાર સાહેબ! આજે પણ અમારા પર દંડ ચલાવશે ને ?” અમારા રમણ ઉપર ઘા કરનારને અમારાં કોટિ વંદન” બીજી બોલો. જાલને પરસેવો છૂટો. મારે પેટે એ છોકરે જ હેત તો તેને પૂરો કરી દીધું હોત ” એક ઘરડી ડોસીએ વરાળ કાઢી. પણ માજી ” એક યુવતીએ કટાક્ષ કર્યો “ એમાં એ શું કરે ? કૂતરા પણ ખાધેલું નિમકહલાલ કરે છે અને આ તે મનુષ્ય !” જાલથી આ બધું વધારે વખત સાંભળી શકાયું નહિ. એણે ઘોડો હંકાર્યો અને એ સરઘસની પાછળ ચાલ્યો ગયો. માણેકની તીવ્ર આંખ અને આ સ્ત્રીઓનાં આવાં બોલવાં સામે જાલ લજવાયે. તે ફરી સ્ત્રીઓ તરફ આવ્યો નહિ. વળી ઉપરી અમલદારો ઉપર એને ગુસ્સો આવ્યો કે, સરઘસ નીકળે ત્યારે હું શું લાગણું વગરને છું ? મને હૃદય નથી ? વિચારની પરંપરા ચાલી અને સરઘસ પણ આગળ અને આગળ વધતું ગયું. શહેરની મુખ્ય સડક પર ફરતું ફરતું સરઘસ ચાલ્યું જતું હતું. બારીબારણે, અટારીએ, ઝાડ ઉપર લોકોની ઠઠ જામી હતી. આખા વાતાવરણમાં કંઈ અજબ ઉત્સાહ, અજબ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy