________________
જન્માષ્ટમીના જુગાર
૫૧૧
એક નાની ખાસિયત પણ પ્રસ્તુત હેવાથી લખું છું. ‘પ્રસ્થાન’ના તંત્રીએ લેખ સાથે સદ્ગતના ફેટાની માગણી કરી છે; પણુ મેાતીભાઇ પછવાડે ફોટા મૂકતા ગયા નથી. તેમણે કદી ફોટા પડાબ્યાજ નથી—તેએ તેની વિરુદ્ધ હતા. આ બાબતમાં પણ તે મહાભાજીને મળતા આવે છે. મહાત્માજી કદી ફાટાગ્રાફરને બેઠક આપતા નથી, અને તેમને કેમેરાને કંટાળા છે.
મેાતીભાઇના દેહ આજે આ દુનિયામાં નથી, છતાં એના ગાઢ પરિચયમાં આવેલ એના કેટલાક મિન્નેમાં એના બાળક સમાન, એમણે સ્થાપેલ ધમ પુસ્તકાલય'માં અને એની હાટડી સામેના એમના નામ પાછળ વઢવાણે એમના સ્મરચિહ્ન તરીકે રાખેલ માતાચેાકમાં એ હજીય જીવતા છે, એમ હું માનું છું.
( “પ્રસ્થાન” માસિકમાંથી )
९७ - जन्माष्टमीनो जुगार
(લેખક:–શ્રી. કુમુદ સી. નાણાવટી)
નિર્જનતાના એ ભીષણ સામ્રાજ્યમાં એક વજ્રબાહુ અહીં તહી ટહેલી રહ્યા હતા. તેની અડીખ`ભ કાયા ભલભલાની છાતીનાં પાટીઆં બેસાડી ટ્રે તેવી હતી. અસ્પષ્ટ અને તૂટક તૂટક સરી પડતા તેના શબ્દો તેની વિહ્વળ મનેાદશાનું પારખું આપવા સામર્થ્ય - વાન હતા. ‘તાલેરેાની તુમીજાજીની તાતી તલવાર હેઠળ રહે – સાઇ જતાં અનેક હાડમાંસનાં માળખાંએનાં કરુણ દૃશ્યા તેના ઉત્તમાંગને ધમધમાવી રહ્યાં હતાં, પાંચ રૂપીઆ ઉછીના આપી પંદર રૂપીઆ ઝડપી લેનાર લક્ષ્મીનંદનેાની દાંભિક લીલા તેના તસ શાણીતને વધારે ઉકાળતી. એ બધામાંથી આ અભૂખ્યાં માળખાને શે ઉગારવાં, એ અતિ અટપટી યેાજના ધડવામાં તેણે અત્યારે તેની બધીજ શક્તિઓ કામે લગાડી દીધી. આવાં પામર પશુઓને પેાતાનું આત્મભાન કયી રીતે થાય તે યાજનાના અંકેડા તે જોડતા ને તાડતા.
પ્રસ્વેદબિંદુથી નીતરતી તેની કાયા અંગાર વરસાવતી લાલઅમ સુધાકરના તીરછી રશ્મીએથી રાતી ચટક થઈ ગઇ હતી. તાળવુ શેકતા તાપથી કંટાળી તેણે એક પ્રચંડ વૃક્ષરાજને આશરા શેષ્યેા. લમણે હાથ દઈ તે લગાર આડે। થયે, કે તુરતજ નિદ્રાદેવીએ તેને પેાતાના માયાવી પાશમાં જકડવા માંડયેા.
તેની આંખા હજી પૂરેપુરી મળી પણ નહેાતી, એટલામાં તા ધબ્બાક દેતાકને ભીષણ અવાજ પાસેના કૂવા તરફ સંભળાયા. એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com