________________
શુભસંગ્રહ-ભાગ ૭ માં આ સાહિત્ય કેટલાંક વર્ષો સુધી સચવાઈ રહ્યું, પણ પાછળથી શી ખબર ક્યાંક ગૂમ થઈ ગયું છે. | સામાજિક, રાજકીય અને ધાર્મિક, એમ ત્રણે દિશામાં એમના વ્યવસાય વધતા ગયા, તેમ તેમ એમને અવકાશ ઓછો મળવા લાગ્યા. એમને થયું, કે જે મારે હજુ વધુ કામ કરવું હોય તો અને જીવનની ક્ષણે સેવાના ક્ષેત્રમાં વધુ વીતાવવી હોય તો જરૂરિયાત ઓછી કરવી જોઈએ, ઘરનું ખર્ચ કમી કરી નાખવું જોઈએ, જેથી કમાવાની ચિંતા ઓછી રહે, તેની પાછળ છે વખત ગાળવો પડે. આથી તેમણે નિશ્ચય કર્યો, કે એક દિવસમાં આઠ કે દશ આનાનું કામ થાય એટલે પછી સીવવાનું છોડી દઈને સેવાના કાર્યમાં વખત વીતાવ. સીવવાની એમની ચાલાકી એવી હતી, કે સાંજ પડે એ અઢી રૂપિયાની કમાણી કરી શકતા. આ ઝડપે આઠ દા આનાનું કામ તે એ બહુ થોડા વખતમાં પૂરું કરી નાખતા અને બાકીને વખત સામાજિક સેવાનાં કાર્યોમાં ગાળતા. કમાણુ ઓછી કરી એટલે એમણે ઘરનાં ઘણાં જરૂરી ખર્ચો ઉપર પણ કાપ મૂક્યો.
મોતીભાઇની સેવાની ભૂખ આટલેથી મટી નહિ. એમને થયું, કે આવી રીતે છૂટા છવાયાં કામ કરવા કરતાં કોઈ એક સંસ્થા જેવું કર્યું હોય તો સારું. આ વિચારની સાથે એક આશ્રમ સ્થાપવાને એમણે વિચાર કર્યો. આ આશ્રમની એમની કલ્પના એર હતી. એ જીવ્યા હોત તો જરૂર અમલમાં મૂકત. એમને ઉદ્યોગ તથા રાષ્ટ્રીય શાળા, ઢોર માટે હવેડ, પાસે નવાણુ-વગેરે સહિત સ્વાશ્રયી આશ્રમ સ્થાપવાના એમના વિચાર હતા. આ વિચારોને અમલ કરવા માટે જમીન તે જોઈએ જ. વઢવાણની ચારે બાજુ ફરીને નદીકાંઠે જડેશ્વરની પાસેનો સરસ પ્લેટ આશ્રમ માટે મેળવવાને એમણે નિશ્ચય કર્યો. દરબારમાં અરજી કરી, નામંજુર થઈને અરજી પાછી આવી. તે વખતે વઢવાણમાં સરકારનું ઍડમિનિસ્ટ્રે શન હતું, અને કાદરી સાહેબનો અમલ ચાલુ હતા. એ કાદરી સાહેબને પીગળાવી એજ પ્લેટ લેવાનો દૃઢ નિશ્ચય મેતીભાઈએ કર્યો. અમને તો આ વાત આભ સાથે બાથ ભીડવા જેવી લાગેલી.
મેંતીભાઈનું મનોબળ ભારે જબરૂં હતું. વળી એને પ્રાર્થનામાં અજબ વિશ્વાસ હતો, એ આ કિસ્સા પરથી માલૂમ પડે છે. મોતીભાઈ રોજ સવારે નારદભાઈની વાવે નહાઈને સીધા આ જડેશ્વરના પ્લેટ ઉપર આવતા. જમીનની મધ્યમાં ઉભા રહી પ્રભુપ્રાર્થના કરતા “હે પ્રભુ ! આ જમીન મને આશ્રમ કરવા અપાવ.” પ્રાર્થના કરી ઘેર જઈ કપડાં પહેરી કોર્ટને સમય થતાં દરબારગઢમાં જતા. શરૂઆતમાં તે અરજદારતરીકે જઇ અરજ કરતા, પણ કાદરીએ એ અરજ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com