SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ગત માતીભાઇ દરજી ૫૦૩ વઢવાણમાં પાણીની સામાન્ય રીતે તંગી છે. ગામડાના અને વઢવાણ કેમ્પના વ્યવહાર શહેર સાથે ધણેા. ભર ઉનાળામાં વટેમાર્ગુ - એને વઢવાણુ આવતાં સીમાડામાં પાણીની ધણી તંગી ભગવવી પડતી. મેાતીભાષને આ વસ્તુ ખૂબ સાલતી. એની પાસે પૈસા તે હતા નહિ કે નવાણુ ગળાવી શકે. એવા વગદાર સંબધીએ નહેાતા કે એવી આળખાણા નહાતી કે જેથી પૈસા મેળવી નવાણા ગળાવી શકે. પ્રચારકામ એમને આવડતું નહોતું અગર તેા સેવાનાં કાર્યોમાં ભીખ માગવાની એને શરમ હતી, એટલે એની નજર એના સાથીએ ઉપર પડી. અખાડાના પઢ્ઢા જુવાને એની પડખે હતા એટલે મારાની એને જરૂર ન હતી. પાવડા, સુંડલા, હીહવા અને બે ત્રણ ક્રાશ, એ એક સવારે લઇ આવ્યા અને અમને કહ્યું, કે ચાલે!કાનેટીના કૂવા ખેાદવા. એ કૂવાનાં પાણી ઉંડાં ઉતર્યો છે અને વટેમાર્ગુઓને એ બાજુ પાણીની ભારે તકલીફ પડે છે. મેાતીભાઇનુ વેણુ અમારે તે હુકમ સમાન હતું. એ અમારા સેનાપતિ, અમે એના સૈનિકા. અમે તેા કાદાળીએ-પાવડા-સુંડલા વગેરે એજારા લઈ ઉપડયા. રજાના દહાડા હતા. ધેરકાએ કાંઈ વાત ન કરી કે ક્યાં જઇએ છીએ. જીંદગીમાં કદી ખેાદેલું નહિ, તેમાં વળી કૂવે ક્યાંથી ખાદ્યો હાય ? છતાં તરસ્યાંને પાણી મળશે એ એકજ ભાવનાથી કાટા વાળી વાળીને અમે આખા દિવસ જે ઉત્સાહથી કૂવા ખાદ્યો તે પ્રસંગ જીંદગીમાં કદી ભૂલાતા નથી. સાંજ પડયે અમે બે હાથ જેટલેા કૂવા ખાદી નાખ્યા અને શ્વરને કરવું, તે અમારૂં સદ્ભાગ્ય—(પીનારનુ નહિ) તે એક ઝરણું ફૂટયું અને એ નપાણીએ કૂવા સાંજ પડયે ટાપરા જેવા મીઠા પાણીથી ભરાઇ ગયા. મેાતીભાઈના અને અમારા જીવનની આધન્ય ક્ષણ ! અમારા આનંદના પાર ન હતા. આખા દિવસની સખત મજૂરી પછી દાળિયા અને ગાળ ઉપર ઝપટ મારી ઝાલર ટાણે અમે જ્યાં ધર તરફ વળીએ ત્યાં તા ધેર ધેર અમારા પરાક્રમની વાર્તા ફેલાયેલ. પણ અમારાં લગભગ દરેકનાં મેટેરાં અમારા આ સાહસથી ખીજાચેલાં. અમે દરેક મેાતીભાઇના સહવાસ પછીથી અમારા વડીલેાની દૃષ્ટિએ ખગડી ગયેલા હતા. એટલે સૌને મેાતીભાઇ ઉપર થાડી ઘેાડી દાઝ તા હતીજ. તેમાં આ બન્યું, એ બધાય દુઃખિયા થયા ભેગા. ઝાઝા દહાડાની દાઝ આજે તેા મેાતીભાઇ ઉપર કાઢવાને સૌએ નિશ્ચય કર્યાં. ગામના જુવાનિયાને આમ આ દર્જી બગાડે તે કેમ પાલવે ? એક ભાઈ કે જેના છેાકરે! અમારી સાથેજ હતા તે એની રાંપની ધાર કઢાવવા જતા હતા ત્યાં એણે અમારા ગામ ભણી વળવાના સમાચાર સાંભળ્યા, એટલે લુહારને ત્યાંથી એ દરવાજા તરફ પરભાર્યાં વળ્યા. અમારા ચીડાયેલા કેટલાક વડીલેા પણ સાથે. ટાળું આવ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy