SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ v ; vvvvvvvvvvv 'Wvwvw સદ્દગત મોતીભાઈ દરજી ૫૦૧ કામધંધે મૂકીને ઘેર ગાય ન બંધાય ત્યાં સુધી અન હરામ કરીને એ ગાય ખરીદવા નીકળ્યા. ઉનાળાના ધોમ ધખતા બપોરે ઉધાડે માથે અને ઉઘાડે પગે એ ગામેગામ રખડયા અને આમે દિવસે ઘેર ગાય બાંધીને એમણે અન્ન લીધું. પિતાની રહેવાની સાંકડી જગામાં ગાયને પોતાના બાળક માફકજ રાખી. ગાય પરત્વેની એમની પ્રીતિ એ દાખવતા. એક શિયાળામાં પિષ માસની કડકડતી ઠંડીના દિવસેમાં ગાય માટે ઠંડીના રક્ષણાર્થે એમનાથી કાંઈ તૈયારી ન થઈ શકી. અનેક વ્યવસાયના લીધે આ કામ રહી ગયું. ગાયને રાત્રે ઠંડીમાં ધ્રુજતી જોઈ મેતીભાઈએ એમને પોતાને ખાટલો ખુલ્લા મેદાનમાં ગાય પાસેજ નંખાવ્યો, ઓઢવાનું પાસે ન રાખ્યું. આમ જ્યાં સુધી ગાય માટે કોઢ તૈયાર ન થઈ ત્યાં સુધી એમણે પણ ગાયની સાથેજ ઠંડી સહન કરી. પિતાનાં ઢોર માટે એમને આટલી પ્રીતિ હતી. ઘેર ગાય બંધાઈ એટલે તેમણે પોતાના સહવાસમાં જે આવે તેને ગાયના મહત્ત્વને ઉપદેશ કરવા માંડ્યો. દરેક ઘેર ગાય હેવી જ જોઈએ, એ આગ્રહ તેઓ સૌને કરતા. એના મગજમાં આવેલ એક પણ સુવિચારને એણે અમલમાં ન મૂકયો હોય એવું નથી બન્યું. એ વખતે રાષ્ટ્રીય શાળાઓ તે નહોતી. આ શાળાએથી બાળકોનાં જીવન રહેંસાય છે એની એને પ્રતીતિ થઈ ગઈ. ત્યારથી જ પિતાનાં બન્ને બાળકોને નિશાળે નહિ મેકલવાને એમણે નિશ્ચય કર્યો. ત્યાર પછીથી એમનાં બાળકોને એ રોજ ઘેર શિક્ષણ આપતા. પિતાની સ્ત્રી અભણ છે એ વસ્તુ જ્યારથી એમને સાલવા લાગી ત્યારથી એમણે તેને પણ શિક્ષણ આપવાનું શરૂ કર્યું. આ વખતે એને વ્યવસાય ઘણેજ વધી ગયેલો હતો, છતાં જીવનની મિનિટે મિનિટનો હિસાબ રાખી એ એમની સ્ત્રીના શિક્ષણ માટે હંમેશાં રોજ અર્ધો કલાક કાઢતા અને એક વર્ષે એમનાં ધર્મનાં પનીને એમણે વાંચતાં પણ કરી દીધાં. આ સમય હિંદભરમાં હોમરૂલ લીગને હતો. સ્વદેશીનું વાતાવરણ ચોમેર ફેલાયું હતું. એની અસર વઢવાણમાં સાથી પ્રથમ મોતીભાઈ ઉપર થઈ. સ્વદેશી માલની એક દુકાન કાઢવાનો તેમણે વિચાર કર્યો, પણ અમે તો હતા વિદ્યાથી. અમારી પાસે એક પાઈ પણ નહિ. અમે તે મહેનત કરીએ. સ્વદેશી વસ્તુઓનો પ્રચાર કરવા થોડીક થાપણ રોકવી જોઈએ તે કોણ રોકે ? પોતાના જીવનવ્યવસાયમાં મોતીભાઈએ જે કાંઈ રોકડ કરેલ તેમાંથી પાંચસોકની થાપણ સ્વદેશી ભંડાર વસાવવામાં રોકવાનો એને વિચાર જ્યારે અમને એણે દર્શાવ્યો ત્યારે અમારા આનંદને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy