________________
minunnnAMA
શુભસંગ્રહ-ભાગ ૭ મો બીજાં પુસ્તકાલયોમાં પણ શરૂ થાય એમ છે. ખાતરી છે કે, તે જરૂર ફતેહમંદ નીવડશે, અને આપણે જેને માટે આતુર દિલથી ઝંખી રહ્યા છીએ તે સ્ત્રીકેળવણીના બહોળા પ્રચારમાં મદદરૂપ થશે.
એક કમ્બા પુસ્તકાલયમાં વિદ્યાથી સ્વયંસેવકે પુસ્તકાલયમાંથી પુસ્તકો લઈ જઈને, ઉંમરને લીધે, ફુરસદ ન મળવાથી કે માંદગીને લીધે પુસ્તકાલયમાં ન જઈ શકનારાઓને ઘેર પહોંચાડી આવે છે. અઠવાડિયામાં માત્ર એક જ દિવસ શનિવારે અને તે માત્ર બેજ કલાક વિદ્યાર્થીઓ આ કામ પાછળ ગાળે છે, છતાં દર અઠવાડિયે ઓછામાં ઓછાં ૨૫ પુસ્તકોના વાચનના નિમિત્તરૂપ થાય છે. વાચકે પુસ્તકાલયમાં જાતે જઈ શકતાં ન હોય કે જવા ઇછતાં ન હોય તેમને ઘર આંગણે ખુદ પુસ્તકાલય લઈ જવાની આ ખરેખર નવીન પદ્ધતિ છે. વળી નાનાં ગામોમાં વાંચી લખી શકે એવાં માણસે બહુ થોડાં હોય છે. તેમને પણ કોઈ ઉત્સાહી શિક્ષક કે વિદ્યાર્થી એકાદ પુસ્તક કે વર્તમાનપત્ર વાંચી સંભળાવીને પુસ્તકાલય પ્રવૃત્તિમાં રસ લેતાં કરી શકે.
ટૂંકામાં, પુસ્તકાલયની લોકપ્રિયતા ખાસ કરીને તે તેની સાથે જોડાયેલા કામ કરનારાના ઉત્સાહ અને ખંત ઉપર આધાર રાખે છે. પછી એ કામ કરનાર ભલે મંત્રી હોય, પુસ્તકાધ્યક્ષ હોય કે વ્યવ
સ્થાપક મંડળનો કેાઈ સભ્ય હોય. ‘લાયક માણસ લાવ, લાયક માણસ જોઈએ' એવી તરફથી બૂમ સંભળાય છે અને પુસ્તકાલયપ્રવૃત્તિના સંબંધમાં હું પણ તેને પડઘો પાડું છું.
(ફેબ્રુઆરી-૧૯૩૧ના “પુસ્તકાલય”માંથી)
९६-सद्गत मोतीभाइ दरजी
(લેખક:-શ્રી. વજુભાઈ દવે) ( સદગત મોતીભાઈ મહાન પુરુષ ગણાય કે નહિ, એ પ્રશ્ન સુધી જવાની જરૂર નથી. એ પ્રશ્નનો કઈ અલૌકિક રીતે નિર્ણય થાય છે. પણ એટલું તે ખરૂં, કે મહાત્માજીની જીવનપદ્ધતિનું તેમને સ્વતંત્ર રીતે (પિતાની મેળે) દર્શન થયેલું હતું, અને એ પદ્ધતિ તેમણે અમલમાં મૂકી હતી. અંગત અને સ્થાનિક મર્યાદાએને લીધે તેઓ મહાત્માછ જેટલા મહાન ફેરફાર કે આંદલને રાજ્યમાં નથી કરી શક્યા, તોપણ આખા ગુજરાતે જાણવા જેવી
એ એક વ્યકિત છે. સદ્દગત મોતીભાઇ જે સામાન્ય માણસ હતા તો તેમનું જીવન એટલું તે બતાવે છે જ, કે માત્ર સારા થવાના પુણ્ય નિશ્ચયથી એક સામાન્ય માણસ પણ પિતાનું કલ્યાણ કરવા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat