SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ • vvvvvv */ v - - પુસ્તકાલય અને પુસ્તકો ૪ ને છે. આજે પુસ્તકની સંખ્યા વીજળીવેગે વધતી જાય છે, પણ એ બધાં પુસ્તક ઉપર વર્ણવી તેવી ધાર્મિક વૃત્તિથી લખાતાં નથી. આજે તે જેમ અનાજ વેચીને કે મજૂરી કરીને લોકો પેટ ભરે છે અને ધન કમાય છે, તેમ પુસ્તકો લખીને ધન કમાનારાઓને રાફડો ફાટયો છે. એટલે બજારમાં રમકડાં વેચાય, શાકભાજી વેચાય, તેમ પુસ્તકો પણ જ્યાં ત્યાં વેચાતાં નજરે પડે છે. એ બધાં પુસ્તકાથી કઈ મકાન કે કબાટ ભરી દઈએ તેને પુસ્તકાલય કહેવાય નહિ. બજારમાં મળતી બધી ચીજો જેમ ઘરમાં વસાવાય નહિ કે વપરાય નહિ, તેમ છપાય તેટલાં બધાં પુસ્તકો પુસ્તકાલયમાં લવાય નહિ, તેમ વંચાય પણ નહિ. પુસ્તકની અનિવાર્ય જરૂર અને તેથી પુસ્તકાલયની પણ જરૂર આપણે સ્વીકારીશું. પણ પુસ્તકો વાંચવામાં અને સંગ્રહવામાં આપણી દૃષ્ટિનું સ્પષ્ટીકરણ કરી લેવું જોઈએ. પુસ્તકોનો મોટામાં મેટો ઉપયોગ વાચકને જીવનમાં પ્રેરણા આપવી, તેનામાં રહેલી સવૃત્તિઓને ઉત્તેજન આપવું અને કુવૃત્તિએને શુદ્ધ કરવી એ છે. તેથી ઉતરત પુસ્તકનો ઉપયોગ નવરાશના વખતમાં માણસના ચિત્તને સદ્દવિચાર તરફ દોરવું એ છે. અત્યારે તે લગભગ દરેક વિષય ઉપર પુસ્તક લખાય છે અને પિતાને જરૂર પડે તેવાં પુસ્તકે લોકો ખરીદે છે. તેમાં બધાંય બધાના કામનાં નથી હોતાં. પણ પુસ્તકોને એક એ પ્રકાર છે, કે જેને સંબંધ માણસમાત્રની સાથે છે. જે પુસ્તકે જીવનના વિષયો ચર્ચે છે, જેમાં જીવનનાં ચિત્રો આપેલાં હોય છે, જેને ગરીબ તવંગર, જ્ઞાની અજ્ઞાની સૌ વાંચવા સાંભળવા પ્રેરાય છે, એ પુસ્તકોની આપણે વાત કરીએ છીએ. બીજા વિષયેનાં પુસ્તક વિષે સામાન્ય માણસને કહેવાની જરૂર રહેતી નથી. પણ જે પુસ્તકે માણસના વિચારને ગતિ આપે છે, તેની લાગણીઓને ઉત્તેજિત કરે છે, તેમના વિશે આપણે પસંદગી કરવાની રહે છે. વ્યક્તિ પોતાના પુસ્તકસંગ્રહ માટે હંમેશાં સાવચેત રહે છે: અને પોતાના આશ્રિતોના હિતને વિચાર કરીને જ પુસ્તકે વસાવે, એટલું વ્યક્તિના પુસ્તકાલય માટે પૂરતું છે. સાર્વજનિક પુસ્તકાલય એ સમાજરૂપી એક મહાન વ્યક્તિનું પુસ્તકાલય છે. તેમાં સમાજની અભિરુચિ અને જરૂરીઆત ધ્યાનમાં લઈ પુસ્તકસંગ્રહ થાય એ ઈષ્ટ છે. પણ સાર્વજનિક પુસ્તકાલયનું એક વિશેષ કર્તવ્ય છે કે, જે જનસમાજની સેવા કરવા તે ચાહે છે તેને તે દુર્ગધેથી બચાવે. અને જે પોતે જીવંત હોય તો જગતમાં પ્રસિદ્ધ થતા સગ્રંથેથી પિતાને સમાજ વંચિત ન રહે એવી કાળજી રાખે. ઉપર જે પુસ્તકાલયની વિશેષ ફરજ વિષે ઉલ્લેખ કર્યો છે તે પુસ્તકાલયના સંચાલકે અનુભવ પરથી પણ કબૂલ કરશે. સૌ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy