SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ મરણપથારીએથી ૪૬૯ જ સ્વહસ્તે, તેની લેશ માત્ર પણ ખબર કાને હતી ? ધાયું હતું કે પરણું સાસરે જઇશું ત્યારે કમળ નાજુક બદનને અવનવાં વસ્ત્રાલંકારથી દીપાવી માણીશું, નણદલડી સાથે વિધવિધ હાસ્યવિનોદ કરીશુ, દિયર સાથે સંતાકુકડી રમીશું, માબાપ સમ વડીલ સાસુસસરાને મધુરાં ગીત ગાઈ રીઝવીશું અને રસભીના કંથની સોડમાં લપાઈ આ સ્નેહ, અગાધ પ્રેમ અને દામ્પત્ય સુખની અનેરી લહાણ લૂંટીશું. મને બિચારીને ક્યાં ખબર હતી કે આદર્શ અને વ્યવહારમાં બે ધ્રુવ જેટલું અંતર છે? મને બાપડીને ક્યાં ખબર હતી કે હિંદુ સમાજમાં આવા કેડ મનમાં જ રહે છે ? માબાપની નિર્દોષ લાડકીને ઘરમાં પ્રવેશતાંજ, સાસુજીની ડગલે ને પગલે ચાલતી જોહુકમી, નણંદનાં સ્વમાન નાશ કરનાર મેણાં અને માવડિયા ભરથારના અણધારેલા અનુક્તા ઠપકો સહન કરવા પડશે તે કેણે કયું હતું ? જે કંઈ ન આવડે તે નમ્રતાથી અને સ્નેહથી શીખવવાની વડીલ સાસુની શું ફરજ નહોતી ? સમોવડી નણંદની કામમાં સહભાગિની થવાની–અરે ફક્ત મદદ કરવાની શું ફરજ નહતી ? અને તે ગુજરેલા અન્યાય બદલ માથું ઉંચકવાને તો નહિ, પણ આશ્વાસન સરખુંય આપવાને તમારે શું ધર્મ નહતો ? હિંદુ કુળવાન (!) ફરજદ પાસે એ આશા શે રખાય ? વહુ આખો દિવસ ઘરનું કામકાજ કરે ગદ્ધાવૈતરું કૂટે, પણ તેને થાક ન લાગે અને વહાલસેઈ દીકરી તેથી ચોથા ભાગનું કામ ન કરે તોય શેકાઈ જાય ! વહુનું કરેલું કામ તે વેઠ અને બેનબા'નું કામ તો નરી કાર્યદક્ષતા, ચપળતા ને કુશળતા ! વહુના નમ્ર બેલ પણ ચિબાવલા અને વધારે પડતા અને “કુંવરીબાના સખત બોલ પણ વાક્ચાતુર્યની અવધિ લેખાય ! કામમાં મદદ કરવાની વહુની વિનંતિ “હુકમ” ગણાય અને બા સાહેબને હુકમ ફરજ અદા કરવાની ફક્ત યાદજ મનાય ! શે અન્યાય ! કેટલો ભેદભાવ ! બંને સરખી વયની પંદર વરસની બાળકીએ ! ફેર માત્ર એટલો જ કે, એક મવા મહિયરમાં છે, જ્યારે બીજી કપરા સાસરિયામાં છે. તમારે અને તમારાં બાએ સહેજ તો ન્યાયષ્ટિએ નિહાળવું હતું ! સહેજ તે મારા તરફ અમીદ્રષ્ટિ રાખવી હતી ! આટલેથી પતતું હોત તો તેટલું ખમતાં તો હું ધીમે ધીમે શીખી હતી–ટેવાઈ હતી; પણ વિધિએ મારે માટે આટલું જ નિર્માણ નહોતું કર્યું. હજુ તો પાશેરામાં પહેલી પૂણી હતી. હવે મારાં વૃદ્ધ, ગરીબડાં માતપિતાનો વારો આવ્યો. કંઈક વાંધો પડે, એટલે “તુ આવા ઘરની, તારી મા આવી, તારો બાપ આવો.” વગેરે ભલભલાની સહનશક્તિ ખુટાડે તેવા માનભંગ કરનાર વાબાણુના અસહ્ય પ્રહાર મારા ઉપર થવા માંડે. મારા પ્રિયતમ (!), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy