SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ અમેરિકામાં નિરક્ષરતા ટાળવાના ભગીરથ પ્રયત્નો ૪૪૭ આ અક્ષરજ્ઞાન શાળાઓ શરૂ કરવાને પહેલે દિવસે શાળા દીઠ ત્રણ ભણનાર મળશે એવી ગણતરી કરી હતી. તેમણે ધાર્યું હતું કે બધી શાળાઓ મળી બહુ તો ૧૫૦ માણસો કુલ ભણવા આવશે. પણ પહેલીજ રાતની હાજરી ૧૧૫ર થઈ! કેળવણુના ઇતિહાસમાં આ દાખલો બીજો ભાગ્યેજ હશે. આ ૧૧૫ર આત્માઓ જ્ઞાનના કેટલા ભૂખ્યા હશે? અજ્ઞાનના અંધકારમાં વીતાવેલાં આજ સુધીનાં વર્ષો દરમિયાન તેમના દિલમાં કયા ક્યા વિચારો ઘોળાયા કર્યા હશે તે કોને ખબર ? દાખલ થનારાઓમાં એક ૮૫ વરસની વડી દાદીમા અને ૮૭ વરસને ડોસો પણ હતાં ! નાનાં બાળકોને માટે ગોઠવેલા બાંકડાઓ ઉપર દાદા દાદીઓ સાથે એજ બાંકડે તેમનાંજ છોકરાંનાં છોકરાં સાથે તેઓ ભણવા બેઠાં હતાં. આ અક્ષરશાળાઓમાં પહેલું કામ પોતપોતાનું નામ વાંચવું, પછી લખવું અને પછી બીજું લખતાં વાંચતાં શીખવું એ હતું. રવાના તાલુકાની અજવાળી રાતે ચાલતી આ શાળાઓ તુરતજ જગજાહેર બની ગઈ. સૂરજ કાંઈ છાબડે ઢાંક્ય રહેશે અનેક ચર્ચાઓ શરૂ થઈ. પહેલાં દૈનિકા, પછી માસિકે, પછી કેળવણીકારો, પછી રાજકારણું પુરુષો અને છેવટે તત્ત્વવેત્તાઓ આ ચર્ચામાં ભળ્યા. દરેકને એ દઢ અભિપ્રાય હતો કે, પાકે ઘડે કાંઠા ન ચડે. આટલી ઘરડી ઉંમરે હવે ભણવાનું અશક્ય બનવું જોઈએ. માત્ર એક જ માનસશાસ્ત્રીએ આ યોજનામાં અનુમતિ આપી. આખી યોજનાને જન્મ તો એક સાદી મુશ્કેલી અને જરૂરીઆતમાંથી થયે; પણ એજ જરૂરીઆતે જનાની વિધાતાને જના આગળ ધપાવવાને પ્રેરી. તેનું પહેલું ક્ષેત્ર પિતાને તાલુકો, પછી પિતાને પ્રાંત-દક્ષિણ વિભાગ અને આખરે આ અમેરિકા તેની આ યોજનામાં સમાવવાનો હતો. કીર્તિ અને સફળતાથી આ બાઈ છકી નથી ગઈ મુશ્કેલીથી તે દબાઈ નથી ગઈ. કીર્તિની તેને સ્પૃહા નથી; એટલું જ નહિ પરંતુ તે આ વિષે એટલી બેદરકાર છે કે પોતાના આ મહાન ઐતિહાસિક કામને પૂરો ઈતિહાસ જળવાઈ રહે તેવાં સાધને પણ સાચવી રાખવાની તેણે દરકાર રાખી નથી. મુશ્કેલી સામે તો તેણે ઈદગીભર લડવાનો નિર્ધાર કર્યો છે એટલે મુશ્કેલી તેને હઠાવવાને બદલે ઉલટી તેના ઉત્સાહમાં વધારો કરે છે, અને દરેક મુશ્કેલીએ તેનું કામ વધારે ને વધારે જેસમાં આગળ કૂચકદમ વળે જાય છે. પિતાના દેશમાં નિરક્ષરતા મિટાવવા માટે એક કમીશન નીમાવવા માટે જ્યારે તે ધારાસભા પાસે ગઈ, ત્યારે દરેક સભ્ય તેને એમજ કહ્યું “પણ આપણું દેશમાં કોઈ અભણ છે જ નહિ!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy