SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર૭ બંગાલ કેમીકલ વક દેવદેવકીને લાલ અને નંદયશોદાને બાળ ! કંસ શિશુપાળને કાળ અને અફર અજોડ કળાકાર ! અજબ વિષ્ટિકાર ને ગજબ દષ્ટિકાર ! એ પાર્થસારથી ને ધર્મભારથી ! જગતવંઘ પિતામહ જેવા પણ જેને પૂજવા યોગ્ય માને એ સમર્થ ચારિત્રશાળી ! નિષ્કામ ને નિલે ૫ દેહધારી, ગૃહસ્થ છતાં ઈદ્રિયજેતા બ્રહ્મચારી ! એ અનન્ય સુદર્શન ચકશોધક, ગરુડ વિમાનવિધાયક, મધુર મેહન બંસીધર, સંગીત-શિલ્પ-શસ્ત્ર,અસ્ત્રવિશારદ, એ ભારતત્રાતા ને ગીતાગાતા, એ ગોવાળ ને ગોપાળ, એ ધર્મધાર ને નીતિકાર ને બીજું કહી પણ શું શકાય ! એ જગતને પુરુષોત્તમ હતો–છે–અને રહેશે. (“સાહિત્યના એક અંકમાંથી) આચાર્ય બકુલચંદ્રરાયે સ્થાપેલું ८२-बंगाल केमीकल वर्क्स (લખનાર -શ્રી. વ્રજમોહન શર્મા.) લગભગ ચાળીસ વર્ષ પહેલાંની વાત છે. કલકત્તાના અપર સરક્યુલર રોડ નામે એક રસ્તા પરના એક મકાનમાં દુર્બળ દેહવાળા એક પ્રોફેસર આવીને વસ્યા હતા. તેઓ રસાયન કૅલેજમાં ભણાવતા. હિંદમાં રસાયનશાસ્ત્રના ઘણા ધ્રોફેસરની પ્રવૃત્તિ માત્ર “ક્લાસરૂમ”ની ચાર ભીંત વચ્ચેજ પુરાયેલી રહે છે, પણ આ પ્રોફેસર એના અપવાદરૂપ હતા. તેમની ઈચ્છા નેકરી કરી ફક્ત દ્રવ્ય કમાવાની જ નહોતી. તેમના હૃદયમાં હિંદી રસાયણને પુનરુદ્ધાર કરવાની મહાન આકાંક્ષા હતી. એ આકાંક્ષાની સાથે સાથે તેમના મસ્તિષ્કમાં રસાયણનું અસાધારણ જ્ઞાન, સ્વભાવમાં દઢતા, મનમાં ધૂન અને નિઃસ્પૃહતા હતાં. તેમની એ મહત્ત્વાકાંક્ષા અને ધૂનને પરિણામે “ બંગાલ કેમીકલ અને ફાર્માસ્યુટિકલ વકર્સ” જેવી મહાન સંસ્થાને જન્મ થયો. તે ઍફેસર બીજા કોઈજ નહિ, પણ અત્યારે હિંદમશહૂર બનેલા પરમ ખાદીભક્ત આચાર્ય શ્રી. પ્રફુલ્લચંદ્ર રાય હતા. ભારતભૂમિ રત્નગર્ભા વસુંધરા કહેવાય છે. તેમાં સેંકડે જાતનાં વૃક્ષો, પાંદડાં, ઔષધિઓ, જડીબુટ્ટીઓ વગેરે પેદા થાય છે. હિંદી વૈદ્યો અને રસાયણો પિતાની દેશી ઔષધિઓને ઉપયોગ પુરાતન સમયથી કરતા આવ્યા છે. તેમને આયુર્વેદ તેમજ ઔષધ બનાવવાની તેમની પદ્ધતિ નિરાળાંજ છે. છેલ્લી બે સદીઓમાં યુરેપના વિજ્ઞાને એટલી બધી ઝડપથી પ્રગતિ કરી છે કે યુરોપની ચિકિત્સાપ્રણાલીમાં ઘણું કાતિકારી પરિવર્તન થયાં છે. વિલે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy