SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ શુભસંગ્રહ–ભાગ ૭ મા કેન્દ્ર અને મહત્તાનુ ધેારણ ધનસપત્તિજ હાય, જો અનિયંત્રિત સ્વામુદ્ધિ અને લાભજ સુખનાં પરમ સાધન મનાય તે સત્ય, સૌદર્યાં, સદાચાર, ન્યાય, દયાભાવ વગેરે ઉન્નત ભાવે જગતમાંથી લુપ્ત થાય અને સમસ્ત જીવન શુષ્ક, અધમ અને યંત્રવત્ બની જાય. કેટલાક મનુષ્યાને ઐહિક સંપત્તિની પ્રાપ્તિમાં અને ધંધાના અવિરત શ્રમમાં અત્યંત રસ પડે છે. આવા માણસે પેાતાની લેાલવૃત્ત ખીજાએ ઉપર લાદવાના પ્રયત્ન કરે છે અને પેાતાની આસપાસ ધનલાલસાનું પ્રબલ અને ઝેરી વાતાવરણ ઉભું કરે છે. તેએ ઉદ્યોગ અને વેપાર દ્વારા શતગણા નફા લઈ અઢળક દ્રવ્ય મેળવી વૈભવમાં આળેાટે છે અને ઉદ્યોગનાં અનેક કારખાનાં દ્વારા વધારાની જરૂરિયાતા ઉત્પન્ન કરે છે. આ કારખાનાંમાં કામ કરનાર મજૂરા ગુજરાનને માટે દિવસના ધણા કલાકેા સપ્ત મહેનત કરે છે અને તેમ છતાં નિરંતર થાડા ધણા ભૂખમરા વેઠે છે અને નીરસ, કગાળ અને નિરાશામય જીવન ગાળે છે. અત્રે એક પ્રશ્ન થશે કે, આધુનિક સ્થિતિ કરતાં પ્રાચીન સ્થિતિ સારી હતી ? આને ઉત્તર એ કે, આપણા સમાજની નિષ્ઠુરતા પ્રાચીન સમાજ કરતાં ઘણી વધારે છે. પ્રાચીન કાળમાં સર્વે નિઃસ્વાથી સાધુ પુરુષો હતા એમ કહેવાના લેશ પણ આશય નથી. પરંતુ તે સમયે દ્રવ્ય તરફ તિરસ્કાર નહિ પણ કાંક ઉદાસીનતા-કાંઇક વિરક્તિ–જરૂર હતી. પરંતુ હાલમાં દ્રવ્ય એ પરમ અને એકજ પુરુષાર્થ મનાય છે અને જીવનનું અંતિમ ધ્યેય ગણાય છે. આમ ઉત્તમ આદર્શોનું સ્થાન દ્રવ્ય છીનવી લે છે ત્યારે તે વિનાશકારક નીવડે છે. વળી વિજ્ઞાનની ઉત્તરાત્તર થતી શેાધેાની સહાયતાથી વેપારીએના નફાની સીમા રહેતી નથી. આ સ્થિતિ પણ પૂર્વે નહાતી. પ્રાચીનકાળમાં મુદ્ધિ અને ધનુ જીવન ઉન્નત મનાતું અને તેથી અધ્યાપક અથવા ઉપદેશક વર્ગની આજીવિકાના પ્રબંધ કરી જીવનની જરૂરિયાત પૂરી પાડવામાં આવતી અને તેમને દ્રવ્યાપાર્જનના શ્રમમાંથી નિવૃત્ત કરવામાં આવતા. હાલના સમયમાં ધનવાન સિવાય ઇતર વર્ષાંતે ઉદરપાષણ માટે તનતાડ મહેનત કરવી પડે છે અને કાઈ અપવાદ નથી. પ્રાચીન આદર્શ ત્યાગના હતા; જ્યારે વર્તમાન જગતની ભાવના સુખ અને સમૃદ્ધિમાં પર્યાપ્ત થાય છે. દ્રવ્યસંપત્તિ જાતે ખરાખ નથી. તેની સહાય વડે જનમંડળનુ સુખ અનેકધા વધારી શકાય છે. પરંતુ હાલમાં મનુષ્યજાતિના કલ્યાણને માટે દ્રવ્યપ્રાપ્તિ થતી નથી પણ અમુક વ્યક્તિ કે નાના મડળના લાભમાટે થાય છે તેથીજ તેનાં પરિણામા દુષ્ટ નીવડે છે. ચૂડીદારાના ત્રાસથી મજૂરા અને ખેડુતા પરાધીન અને દુઃખી બન્યા છે. જીવન માત્ર પવિત્ર છે. મનુષ્ય પરમાત્માની પ્રતિકૃતિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy