SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ AAAAAAAAAAAAAAAAA શિલાલેખ ૪૦૯ મંદિરો બાંધ્યાં હતાં, ઘણું કળાનાં સ્થાપત્ય સૃષ્ટિ ઉપર ખડાં કર્યાં હતાં; પણ જ્યારથી પોતે જેનો હતો એ તેની પત્ની ગઈ ત્યારથી બધાં કામે છેડી દઈ તેની મૂર્તિ ઘડવામાં અને વચમાં વચમાં પ્રેમીઓની કબર ઉપર મૂકવામાં આવતા શિલાલેખે ઘડવામાંજ પિતાની જીંદગી વીતાવતો હતો. સારી આલમમાં વખણાયેલો કલાકાર પોતાની બધી કલા સંકેલીને એ મૂતિ ઘડવા પાછળિજ વાપરતો હતો. બીજી રાતે ધૂળથી ખરડાયેલી પેલી મજૂરણ ત્યાં આવી. તેને ચહેરો કાલના કરતાં આજ વધારે શ્યામ થયેલો હતો. તેનું હૈયું હમેશાં ભાંગતું હતું. તેની આંખો વધારે ને વધારે ઉંડી જતી હતી. પેલો શિપી, તેણી આવી કે તરતજ પિતાનું ટાંકણું, નીચે મૂકી, ગોઠણની આસપાસ હાથ ટેકવી સ્વસ્થ થઈને બેઠે અને બોલ્યો “ બાઈ ! બાપુ ! શિલાલેખ કરતાં પહેલાં મારે તમારી અને જેની કબર ઉપર શિલાલેખ મૂકે છે તેની હકીકત સાંભળવી પડશે. મેં ઘણાએ શિલાલેખ આવી રીતે વાત સાંભળીને જ કોતર્યા છે. જ્યાં સુધી હું તમારી વાત સાંભળું નહિ ત્યાં સુધી મારું ધાર્યું થાય નહિ અને શિલાલેખ અધુરોજ કતરાય. તમે તમારી વાર્તા કહી સંભળા. મજૂરણે વાત કરવા માંડીઃ “હું એક માબાપ વગરની છોકરી હતી, એમ મને કેટલાક લોકે કહેતા. આ પથ્થરની ખાણના ઇજારદારે મને પોતાની ખાણમાં કામ કરવા રાખી. પહેલાં તો મને આખો દિવસ કામકાજ કરવાના બદલામાં માત્ર ફાટયાંતૂટયાં લૂગડાં અને ખાવાને વયુંસણું એઠું જૂઠું અન્ન આપતા. આથી હું મારા પાપી પેટને ભરતી. સાંજે જ્યારે સૌ મજૂરો કામકાજથી થાકીને આરામ માટે ઘેર જતા, ત્યારે હું મારા ઇજારદારનાં છોકરાંઓની પારણુંની દોરી. તાણું મોડી રાત સુધી ઘેરાતી આંખે બેસી રહેતી. પછી મને ખાવાનું મળતું તે ખાઈ એક ખૂણામાં એક ફાટયાતૂટયા શણના લૂગડા ઉપર પડી રહેતી. ઠંડીના વખતમાં પણ મને માત્ર એક ફાટેલું શણિયું મળતું; આથી હું કૂતરાની પેઠે એક ખૂણામાં પડી રહેતી અને ટાઢથી કકડી જતી.” “ શું એ ઇજારદાર એવો રાક્ષસ હોતે ” પેલા શિલ્પીથી વચ્ચે બોલી જવાયું. તમે જે અનુમાન કરે તે ખરું, પણ મને તો એ દેવ જેવો લાગતો; કારણ કે મને એમજ લાગતું કે મને ખાવાનું તેજ આપે છે !આમ બેલી પેલી મજૂરણે વળી ફરી વાત શરૂ શુ. ૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com www.unia
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy