SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ શુભસંગ્રહ-ભાગ ૭ મો તેની દવા કરે તે સારૂં. આણંદથી થોડા વખત થયાં એ અહીં આવ્યા છે, પણ ખરેખર બહુ હોંશિયાર માણસ છે. ભલભલા રોગ અને તાવ થોડા જ વખતમાં સારા કરી આપે છે. હા, જરા ફી આકરી છે પણ તે તે શું કરીએ ? વખતે એની દવાથી જયંતિલાલને આરામ થઈ જાય.” મંગળદાસની વાત સાંભળી ડોશી બોલી ઉઠયાં “ભાઈ! તમેજ જઇને બોલાવી લાવની ! ભગવાન કરે ને મારો જયંતિ પાછા ઉઠે એટલે બસ. મને કંઈ છોકરા કરતાં પૈસે વધારે વહાલ નથી. છે જે શ્રીનાથજી મારા જયંતિને સારે કરશે તો મહારાજની ઘેર પધરામણું કરાવીશ અને ખાટકી પાસેથી સે બકરા પૈસા આપીને છોડાવીશ !” આમ ગળગળતે અવાજે બોલતાં બોલતાં ડેશી રડી પડયાં. મંગળદાસ એમને શાંત કરીને દાક્તરને તેડવા ગયા. થોડી વારમાં દાતરને લઈ મંગળદાસ આવી પહોંચ્યા. દા. જેસફને જોઈ ડોશી બાલ્યાં સાહેબ ! ગમે તેમ કરીને મારા દીકરાને સારે કરો. શ્રીનાથજી તમારું ભલું કરશે. હું તમારે ઉપકાર છંદગી સુધી નહિ ભૂલું. એ મારી આંધળીની આંખ છે.” દાકતરે ડોશીને ધીરજ આપી, અને પછી દરદીને બરાબર તપાસ્યો. તપાસ્યા બાદ દાકતર બોલ્યા “એમને સખત ટાઈફાઈડ થયો છે, બહુજ સારી સંભાળની જરૂર છે. માથે ચોવીસ કલાક બરફ રાખવો પડશે. માટે જે તમે કહો તે કોઈ નર્સને મોકલી આપું. એમની સારવાર બરાબર કરશે. તમારા એકલાંથી થાય એમ મને લાગતું નથી.” એ સાંભળી ડેશી બાલ્યાં “દાકતર સાહેબ! જરૂર મોકલી આપજો; કેમકે એની વહુ પહેર સુવાવડમાં મરી ગઈ છે. બીજું કોઈ ઘરમાં છે નહિ. મારાથી તમારા કહ્યા પ્રમાણે ચાકરી થશે નહિ. પૈસાની કંઈ મારે ત્યાં ભગવાનની કૃપાથી ખોટ નથી. તમારું અને નર્સનું બીલ હું ખુશીથી આપીશ. પણ ફક્ત તમે મારા જયંતિને જલદી જલદી સારો કરી નાખે એટલે થયું.” દાક્તરે કાંઈ પણ જવાબ આપ્યા સિવાય ફકત મેં મલકાવ્યું, અને ફી લઈ ગજવામાં મૂકી. કહ્યા મુજબ એમણે નર્સ તરત મોકલી આપી. નર્સ પ્રૌઢ વયની હતી. તેનું નામ મેરી હતું. એણે તરત જયંતિલાલની સારવાર કરવા માંડી. એની સારવાર કરવાની પદ્ધતિથી તયા સ્વચ્છતાથી જેકેાર ડોશી છક થઈ ગયાં. એમ કરતાં કરતાં રાત પડી. ડોશી વાળુપાણુથી પરવારી પાસે બેસી નર્સ સાથે વાતે વળગ્યાં. વાત કરતાં કરતાં મેરીએ ડોશીને પૂછયું “માજી મને ઓળખે છે કે ?” એ સાંભળી ડોશીને નવાઈ લાગી અને બોલ્યાં ના રે બાપા! હું તમને ક્યાંથી ઓળખું? આ વખતેજ મારે નર્સને ઘેર બોલાવવી પડી, આપણે હજી કોઇ દિવસ બેલાવી જ ન હતી. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy