SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ શુભસંગ્રહ-ભાગ ૭ મે ને કારીગરોની જે ધાડ લઈ ગયો તેની પકડાપકડીમાં એ પણ ઝડપાઈ ગયો. આ સમયનો એક નોંધવા જેવો પ્રસંગ એ છે કે, સેંટ પિટર્સબર્ગની સાયન્સ એકેડેમીમાં આજ વર્ષે તેનું નામ રજુ થયેલું. ઝાર પાસે જ્યારે એ કાગળ મંજૂરી માટે ગમે ત્યારે એણે ગેંકનું નામ એમાં જોતાંજ હાંસિયા પર શેર માર્યો કે બહુજ વિચિત્ર!' કહેવાની જરૂર નથી કે, શૈકીની એકેડેમીની નીમણુક રદ થઈ. આથી બધે બહુ ખળભળાટ મચ્યો ને ગોકના બે મિત્રો ચેકફ અને કોરીલંકાએ તો એકેડેમોમાંથી રાજીનામાં આપી દીધાં. ક્રાંતિની ચળવળમાં હવે તે ઘણે વખત આપતે; પણ રાત ને દિવસ પોલિસની છૂપી નજરની છાયા તળે જીવન ગાળવાથી તે કંટાળી ગયો. એટલે ૧૯૦૬ના અંતમાં મોસ્કોના નાટયકલાગ્રહની નટી માદામ અશ્વના સાથે અમેરિકામાં ઝારશાહી-વિરોધી પ્રચારકાર્ય કરવા જવા માટે તેણે રશિયા છોડયું. પણ પરિણામ સારું ન આવ્યું. છેવટે ૧૯૦૭માં તે કંપ્રી મુકામે જઈને ઠરીઠામ થયો. અહીં તેને લેનિનને પરિચય થયો અને બંને વચ્ચે મૈત્રી જામી. કંપ્રીમાંના વસવાટ દરમ્યાનની છ વર્ષની એ મિત્રીમાં બંનેએ મળી નૂતન રશિયન રાષ્ટ્રવિધાનનાં કે કે સ્વ રચ્યાં, કે કે જનાઓ ઘડી. સમય પાકતો આવો લાગ્યો. ૧૯૧૩માં ફરી સેંટ પિટર્સબર્ગ આવીને કએ “લેટપિસ” નામનું એક પત્ર શરૂ કર્યું. ત્યાં તે પૂરું વર્ષ પણ ન વીત્યું ને મહાયુદ્ધ સળગ્યું. ગાકનું વલણ યુદ્ધવિરેાધી શાંતિપક્ષનું હતું. પણ હવે ઘણું સમયની સાધના, તપશ્ચર્યા અને લોકોની મૂંગી સહનશીલતાનું ફળ પાકી ગયું હતું. જુલમને ઘડે ભરાઈ ચૂક્યો હતો. કાળની નેબત ગગડી ઉઠી ને ક્રાંતિકારીઓએ બરોબર સમય વતી નગારે ઘાવ દીધે. મહાયુદ્ધની જ્વાળાઓ હજી એક તરફ શમી પણ નહતી ત્યાં રશિયામાં બોલ્શવિઝમને હતાશ શતશિખાએ ભભૂકી ઉઠયો. કોઈની મગદૂર નહોતી કે એને સામને કરી શકે કે એને શમાવી શકે. કાં તો એની સાથે ભભૂકવું રહ્યું, કાં તો એમાં ભસ્મ થવું રહ્યું. લેનિન હોય ત્યાં ગાકી હોયજ. ૧૯૧૭ના એ રશિયન રાજ્યપલટા તરફ એણે સહય સહાનુભૂતિ આપી. ક્રાંતિ પૂરી થઈ, ઝારશાહી નાબૂદ થઈને બોલ્લેવિક રાજ્યતંત્ર સ્થપાયું. ગાક તેમાં શિક્ષણ ને સંસ્કારિતાનો મુખ્યાધિકારી નીમાયો. પણ એની તબિયત હવે રશિયાની ઠંડી હવા સહી શકે તેવી રહી નહતી. એની ઘણી આનાકાની અને વિરોધ છતાં લેનિને એને આગ્રહપૂર્વક એની તબિયતને ખાતર રશિયાની બહાર વસવાટ કરવા મોકલ્યા. થોડા સમય કિન્વેનમાં ને ત્રણ ચાર માસ જર્મનીના www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy