________________
૨૮
શુભસંગ્રહ-ભાગ ૭ મિો ઘરમાં મળે નહિ અને નંદના બકરાને કેમ કપાય ? પણ માનતા ન પળાય અને માતાને રોષ ચઢે તો ? એટલે નંદ સવારે ઉઠે તે પહેલાં તેનાં માબાપ બકરાને કટેરી માતા આગળ લઈ જઈને ચઢાવી આવ્યાં. નંદની જીંદગીમાં પહેલો ભયંકર આઘાત આ હતો. દિવસોના દિવસો સુધી નંદ પોતાના એ વહાલા બકરા માટે રયા કરતો. એક દિવસ તેણે તેને શોક હલકે કરવા પિતાની માની પાસે કેટલાક ખુલાસા માગ્યા. નંદનાં માબાપ એક બ્રાહ્મણના ખેતરમાં મજૂરીએ જતાં હતાં. નંદે પૂછયું –
“મા ! આપણું બ્રાહાણુ શેઠને છોકરો માંદો પડતો હશે ત્યારે તે લોકો શું કરતા હશે? બકરે કાપતા હશે?”
ના ના, તેઓ તો દવા કરે અથવા મંદિરમાં પ્રાર્થના કરે. તેઓનાથી બકરા વધેરાય ? એ તો બહુ બહુ તે નાળિયેર વધેરે.”
"ત્યારે આપણે શા સારૂ બકરાં અને મરઘાં વધેરીએ છીએ?”
“ભાઈ ! તેમના દેવ જુદા, આપણા જુદા. આપણા દેવ તો ભયંકર હોય છે, લોહીવિના તેઓ તૃપ્તજ ન થાય.”
“પણ આપણે પણ મંદિરમાં જઈને બ્રાહ્મણની જેમ પ્રાર્થના કરીએ તો ?”
અરે જ જા, ગાંડા! આપણાથી તેમના મંદિરમાં જવાય ? આપણાથી તેમની માફક પ્રાર્થના થાય કે? આપણે માંસ ખાઈએ, મુડદાલ ખાઈએ, દારૂ પીએ. આપણાથી તેમના મકાન પાસે ન જવાય તો મંદિરે તો શી રીતે જ જવાય ?” - નંદની શંકાનું સમાધાન ન થયું, પણ તેણે પિતાના મનની સાથે એટલો નિશ્ચય કરી લીધું કે હવે માંદા પડવું તે માબાપને ખબરજ ન આપવી, અને જે બ્રાહ્મણના દેવની પ્રાર્થના થાય તો તે કરવી. પણ “આપણાં જીવન આવાં ભૂંડાં, આપણે પાપીઆ, બ્રાહ્મણના દેવની શી રીતે પ્રાર્થના કરીએ?” એ મતલબના તેની માના બેલ તેના મનમાંથી નીકળતા નહોતા. નંદ તેના બાપ સાથે ખેતરમાં જતો ત્યારે જે કૂવેથી તેને શેઠ પાછું લેતે તે કૂવેથી પાણી ન લેવાય, મેલા તળાવમાંથી પાણી લેવું પડતું તેની નંદને ખબર હતી. શેઠને છોકરો પણ કે સાફ અને સુંવાળો લાગતો ! નંદને યાદ આવ્યું કે મારાં માબાપ તે તાડી દારૂ પીને ઘરમાં કજીઓ પણ કરે છે; શેઠ શેઠાણી તે એવાં ચોખાં દેખાય છે કે કદી કજીએ નહિ કરતાં હેય. “આપણે આવા મેલા રહ્યા એટલે બ્રાહ્મણના દેવો આપણી પ્રાર્થના શી રીતે સાંભળે ?” એજ વિચાર તેના મનમાં રમ્યા કરતો. આખરે તેણે નિશ્ચય કર્યો કે, તાકીદાર ન પીવાં, અને માંસ ન ખાવું. પણ માંસ ન ખાય તો કોઈક વાર ભૂખ્યા રહેવું પડે, અને બીજું કશું ખાવાનું હેય નહિ ! એટલે જ્યારે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat