SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શુભસંગ્રહ-ભાગ ૭ માં એ કહેવું પણ કઠિન હતું.” આ પ્રવાસી કહે છેઃ “બંગાલમાંના અત્યંત ઉત્તમ કાપડને ગ્રીકોએ “ગંગાટકી આવું નામ આપ્યું હતું. આ સિવાય એ કાપડને “વહેતું પાણું પ્રભાતકાલીન દેવ” વણેલી હવા” આવાં નામે હતાં. આવા વૈભવસંપન્ન દેશની બધી કળા અંગ્રેજી કારકીર્દિથી નષ્ટ થાય અને બંગાળને પિતાના વસ્ત્રને માટે મેન્ચેસ્ટર-લેન્કેશાયરન તરફ જવું પડે એ કેટલી આસુરી માયા છે ! જગતને વસ્ત્રો પૂરાં પાડનાર બંગાળ, વસ્ત્રવિના આજ દરિદ્રી સ્થિતિમાં પડેલો જોઈને કોનું અંતઃકરણ નહીં વલોવાય કે નહિ દુઃખી થાય? હિંદુક પ્રથમથી જ શાન્ત વૃત્તિના ને તેથી જ તે આવા આધાત સહન કરી શકે છે. બીજું કોઈ રાષ્ટ્ર હોત તો તેણે એ ઇસ્ટ ઈડિયા કંપનીની અને તે અંગ્રેજી સત્તાની કયારેય ધ્વજ ઉડાવી દીધી હત. હિંદુસ્થાનમાં કયા કયા ઉદ્યોગધંધા હતા એની ઉપરના સ્થલતઃ વર્ણન ઉપરથી વાચકોને કલ્પના આવી હશેજ. હિંદુસ્થાન એ વખતમાં પિતાની આવશ્યકતાઓ પોતેજ પૂરી પાડી શકતો હોવાથી તેને બહારના દેશોમાંથી કશીએ વસ્તુઓ લાવવી પડતી નહિ. એટલું જ નહિ પણ હિંદુસ્થાનને કાપડની બાબતમાં ઇગ્લેંડનું બજાર કબજે કરી લઈ ઇંગ્લંડને પિતાના ભાઈઓ પાસે હિંદુસ્થાનના કાપડનો બહિષ્કાર કરે’ આવી ચળવળ કરાવવી પડી હતી. કાપડ એ તો આપણા વેપારને પ્રાણ હતો ને એને માટે આપણું કટ્ટા શત્રુથી સુદ્ધાં છે વાટે એક અક્ષર પણ કાઢી શકાશે નહિ. કાપડ સિવાય હિંદુસ્થાનમાં વહાણ બાંધવાને, સાકરનો, લોખંડન, સુતારકામ વગેરે બહુ મોટો વેપાર ચાલતો હતો. એની માહિતી આગલા લેખોમાં મળશે. અત્રે આપણા પૂર્વકાલીન ઔદ્યોગિક વૈભવની સંક્ષેપમાં કલ્પના આણું આપવાની હોવાથી વધુ વિસ્તાર કરવાનું નથી. ઓદ્યોગિક દૃષ્ટિએ અત્યંત મજબૂત પાયાપર ઉભા રહેલા હિંદુસ્થાનને પાદાકાત કરવા ઇગ્લેંડને કઠણું પડયું ને રાક્ષસી કાયદા તેમજ બેશુમાર લૂંટ લઈને જ તેણે આપણે વેપાર ડૂબાડે, એમ ઇતિહાસ કહે છે. એ વખતમાં હિંદુસ્થાન સંપન્ન હતો અને આજ કંગાલ બન્યો છે. એ પૈકી કંગાલ સ્થિતિને અનુભવ આપણે પ્રત્યક્ષ લેતા હોવાથી એનું વર્ણન કરવું જરૂરનું નથી. હિંદુસ્થાનની એ સમયની એવયંસંપન્ન રહેણનું થોડામાં વર્ણન આપ્યા સિવાય માત્ર અમારાથી આગળ જવાતું નથી. અન્નને માટે દુઃખી થવું એ, એ વખતમાં કોઈ જાણતું જ નહોતું. મનુષ્યમાત્રને જીવનને માટે આવશ્યક એવી તમામ વસ્તુઓની રેલછેલ હતી. ને રૂપિયા સવા રૂપિયામાં પ્રત્યેક મનુષ્ય www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy