SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ આ તે જ્ઞાતિવરા કે આમના કાંકરા ? ૩૪૧ કરે છે અને જણાવે છે કે: “અમે અમારે ત્યાં આવેલા જ્ઞાતિવ્યવહાર–વરા ન કરીએ તે। અમારા ખપદાદાની આબરૂ જાય એટલે ગમે ત્યાંથી ઉછીનાં પાછીનાં નાણાં કરીને ધેર આવેલું કારજ કર્યું જ ટકા.” હવે જમાને એવે આવ્યેા છે કે, આપણી પેાતાની આબરૂા કે બાપદાદાની આબરૂ' સાચવવાના કાથી ઈજારા રાખી શકાય એમ નથી. ધાયું" તેા ધરણીધરનું થવાનુંજ છે. ‘બાપદાદાની આબરૂ' રાખવાવાળા વળી આપણે કાણુ? વળી જે આબરૂ સાચવવા ખાતર પેાતાની જાતને દેવામાં ડુબાડવાની હાય અથવા તેા ભાવી પ્રજાના માથા ઉપર દેવાના ડુંગર રચવાના હોય, તા તેવી આબરૂને ક્યાંસુધી વળગી રહેવુ છે? નજીકમાં લાય લાગી છે અને ખળતું પાસે આવ્યુ છે. કપડાંને ઝાળ લાગવાના વખત થયેા છે, છતાં કાઈ કહે કે, મારે ખળી જવું છે' તેા તેને બચાવનાર કાણુ નીકળશે? તેમ આપણે જોયું કે, જે વસ્તુને શાસ્ત્ર સાથે સબંધ નથી; જે આર્થિક દૃષ્ટિએ નુકસાનકારક છે; જેને લીધે જીવનપર્યંત કે જીસાઇથી પેટે પાટા બાંધવાના શરૂ થવાના છે; તે વસ્તુને બાપદાદાની આબરૂ'ને નામે વળગી રહેવામાં કશાજ સાર નથી. વળી જ્યારથી હિંદુસ્તાન પરદેશીઓના પંજામાં જકડાયું છે, ત્યારથી હિંદુસ્તાનની ‘આબરૂ’ શીક્ષકમાં છે, એવુ માનવાતે જરાએ કારણ નથી. હિંદુની સાચી આબરૂ આજે સ્વરાજ હાથ કરવામાં છે. વળી જે આબરૂ આપણે અમુક વરેશ–વ્યવહાર’ નહિ કરીએ તેા જતી રહેવાની છે, તેા તેવી તકલાદી, લેભાગુ, કાગળની હેાડી જેવી આબરૂની આપણને જરૂર પણ શી છે? આપણે તા કાઈ એવી સંગીત સીમેન્ટ જેવી ‘આબરૂ' શોધી કાઢવાની છે કે જે ‘જ્ઞાતિવરા ન કરીએ' તેાપણુ નાસી જ ન શકે, અને જે જીવતાં સુધી અને મરણ પછી પણ ટકી શકે. જે નીતિને રસ્તે ચાલે છે, જે ધરસÖસાર કજીયા સિવાય શાંતિથી ચલાવે છે, જે પેાતાના પૈસાના ઉપયાગ આપ્ત કુટુબીઓને વિદ્યાદાન આપી ભરણુપાષણમાં કરે છે, જે ફાજલ પૈસાને ઉપયોગ ગામના કે દેશના હિતમાં કરે છે, તે પાતાની આબરૂ વધારે છે; એટલુંજ નહિ પણ પેાતાના ‘બાપદાદાની આબરૂ' હજાર દરજજે વધારી મૂકી, પેઢીની કીર્તિ ઉપર સેાનાના કળશ ચઢાવે છે. સેતાની ચક્કર જ્ઞાતિવરાના હિમાયતીએ છઠ્ઠી દલીલ એવી કરે છે કે “પણુ બીજાને ત્યાં આટલી ઉંમર ન્યાતા જમી આવ્યા તેનું શું? અમારે ઘેર પ્રસંગ આવ્યે અમે જમાડવાની ના પાડીએ એ કેમ ચાલી શકે? લાક અમારી સામે આંગળી ન કરે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy