SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ શુભસંગ્રહ-ભાગ મો અંદગીને સાટે જાતિજમણું જ્ઞાતિવરાના હિમાયતીએ વળી એવી દલીલ કરે છે કે “હવે કમાવાની તાકાત ન રહી, માટે નવરાઓએ જ્ઞાતિવરા બંધ કરવાનો ધંધો આપે છે. અમે આટલા વ્યવહાર ચલાવ્યા, અમ તે કંઈ થાક્યા નથી અને તમારે (યુવાનોએ) અત્યાર થીજ “શઠમ કરવાની દાનત રાખવી છે.” આ હસવા જેવી વાતને સણસણાટભર્યો રદિયો તૈયારજ છે. આપણે જોયું કે પિસાદારે પિતાને પૈસાદાર માને પણ વાસ્તવિક રીતે ગુલામી ભોગવતા દેશમાં સૌ ગુલામ. કેઈની બેડી ચળકતી તે કોઈની બેડી કાટ ચઢેલી. ખરો. પૈસાદાર જેવો હોય તે મુંબઈમાં જાઓ અને ગગનમાં ગાજતી હવેલીઓ જોઈ મેંમાં આંગળાં ધાલો. “કમાવાની તાકાતવાળા જીભના સ્વાદાને પૂછે કે “તમે કયે કરડેનો વેપાર કરી, લાખોની દોલત ભેગી કરી, હજારોની બક્ષીસ કરી સેંકડોને ગુજારે ચલાવ્યો ? જ્ઞાતિવરા બંધ કરવાની હિમાયત કરનારા યુવાનો નવરા નથી, પરંતુ “ઢીકણું ભાઈ ઉતારત, ફલાણાનું આવું અને ઢીકણનું પેલું” એ વાતાવરણ ના નાશમાંજ જ્ઞાતિનું હિત સલામત છે, તેવું તેમને હૈડે વસ્યું છે. માંખ, પતંગીઓ અને ભમરાંને ઉડતાં જોઈ અરધા કલાક ઠરી ઠામ થઈ રહેનારા જૂના જમાનાના ઠઠ્ઠાઓને થાક નથી લાગ્યો તો તેમણે જીવનમાં જીવતાં છતાં મરવાની આળસેજ જીવવાનું પસંદ કર્યું છે, એમજ માનવાનું છે. યુવાનની તાકાત, પેટે પાટા બાંધી, મીઠું મરચું રોટલો છાશ સાથે ખાઈ, સુદામાની ચીંદરડીએમાં ઢબુ પૈસા સલામત રીતે સાચવી રાખી મરણ પછી બાર તેર દિવસમાં જ સફાચટ્ટ થવાના સદાસટ્ટા કરવામાં નથી વેડફી નાખવાની એ તે ચોકકસ છે જ. એવી તાકાત તેમને જોઇતી નથી. બાપ મરે ત્યારે પ્રેમથી રડવાને બદલે, માણસની ખોટ પડી તે જાણી જોઈ હૈયું કકળાવવાને બદલે, બાર દિવસમાં જ નાણાંની ત્રેવડ કરવી પડશે, એ ચિંતામાં યુવાનને સળગતી ચિતામાં કૂદી પડવાને મેહ નથી. એ મેહ મહાન (!) માણસને સારૂ ભલે અનામત રહે. બંટીબાવટાને રોટલે શાંતિથી ખાઈ, પ્રભુસ્મરણ કરી, દેશનાં કકળતાં સંતાનોને દિલાસાના બે શબ્દો કહી કોઈ અંગત જનના મરણપ્રસંગે અથવા કઈ ટાણે “ફૂલ નહિ તે ફૂલની પાંખડી' તેના આત્માના કલ્યાણ ખાતર વિદ્યાદાનમાં ખર્ચે એ જ્ઞાતિવરાની ધમાલ કરતાં, અને “એક ઘાલ ઉઠી, બે ઘાલ ઉઠી’ એમ પિકાર કરી તેની આખી જીવનયાત્રાને ઉઠાડી દેવા કરતાં હજાર દર જજે સારું છે. બિચારાં વસવાયાં!! સાતિવરાના હિમાયતીઓ એક ચોથી દલીલ કરે છે અને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy