SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * , , + પ + + + પ પ પ 5 જન્મમરણમાંથી છૂટવાને ઉપાય ૩૧૫ ५८-जन्ममरणमांथी छूटवानो उपाय (લેખકમ મેહનદાસ કરમચંદ ગાંધીજી) આ અઠવાડિયે અપરિગ્રહવ્રત વિષે લખતાં ગાંધીજી પરવડા મંદિરમાંથી લખે છે – “અપરિગ્રહ અસ્તેયને લગતું ગણાય. જે મૂળમાં ચોરી નથી તે અનાવશ્યક એકઠું કરવાથી ચોરીના માલ જેવું થઈ જાય છે. પરિગ્રહ એટલે સંચય અથવા એકઠું કરવું. સત્યશોધક-અહિંસક પરિગ્રહ ન કરી શકે. પરમાત્મા પરિગ્રહ કરતો નથી. તેને જોઈતી” વસ્તુ તે રોજની રોજ પેદા કરે છે, એટલે જે આપણે તેની ઉપર વિશ્વાસ રાખીએ તો સમજીએ કે, આપણને જોઈતી વસ્તુ તે રોજની રોજ આપે છે, આપશે. ઓલિયા અને ભકતોનો આ અનુભવ છે. રોજના પૂરતું જ રોજ પેદા કરવાના ઈશ્વરી નિયમને આપણે જાણતા નથી, અથવા જાણતા છતાં પાળતા નથી. તેથી જગતમાં વિષમતા ને તેથી થતાં દુઃખ અનુભવીએ છીએ. ધનાઢયને ત્યાં તેને ન જોઈતી વસ્તુઓ ભરી હોય છે, રખડી જાય છે, બગડી જાય છે; જ્યારે તેને અભાવે કરોડો રવડે છે, ભૂખે મરે છે, ટાઢે ઠરે છે. સૌ પિતાને જોઇ તેજ સંગ્રહ કરે તે કોઈને તંગી ન આવે તે સૌને સંતોષ રહે. આજ તે બને તંગી અનુભવે છે. કરોડપતિ અબજપતિ થવા મથે છે, તો તેને સંતોષ નથી રહેતો. કંગાલ કરોડપતિ થવા ઈચ્છે છે, કંગાલને પટપૂરતું જ મળવાથી સંતોષ પેદા થતે જોવામાં નથી આવતે; પણ કંગાલને પેટપૂરતું મેળવવાનો અધિકાર છે અને સમાજને તેને તેટલું મેળવતો કરવાનો ધર્મ છે. તેથી તેના અને પિતાના સંતેષને ખાતર ધનાઢયે પહેલ કરવી ઘટે. તે પિતાને અત્યંત પરિગ્રહ છોડે તો કંગાલને પિતા પૂરતું સહેજે મળી રહે તે બંને પક્ષ સંતેષને પાઠ શીખે.” “આદર્શ—આત્યંતિક અપરિગ્રહ તે મનથી અને કર્મથી જે દિગંબર છે તેનો જ હોય; એટલે કે તે પક્ષીની જેમ ઘર વિનાને, વસ્ત્ર વિનાનો અને અન્ન વિનાનો વિચરશે. અન્ન તો તેને રોજ જોઈશે તે ભગવાન આપી રહેશે; પણ આ અવધૂત સ્થિતિને તો કોઈકજ પહોંચી શકે. આપણે સામાન્ય કોટિના સત્યાગ્રહી જિજ્ઞાસુ આદર્શને ધ્યાનમાં રાખીને જેમ બને તેમ નિત્ય આપણે પરિગ્રહ તપાસીએ ને એાછો કરતા જઈએ. ખરા સુધારાનું, ખરી સભ્યતાનું લક્ષણ પરિગ્રહને વધારે નથી, પણ તેને વિચાર-અને ઈછાપૂર્વક ઘટાડે છે. જેમ જેમ પરિગ્રહ ઓછો કરીએ, તેમ તેમ ખરું સુખ ને ખરો સંતોષ વધે છે, સેવાશક્તિ વધે છે. આમ વિચારતાં ને વર્તતાં આપણે જોઇશું કે, આપણે આશ્રમમાં ઘણે સંગ્રહ એવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy