SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ શુલસપ્રહ–ભાગ ૭ માં આ મહાવીરનું–જૈનીઓના આ મહાપુરુષનું-ચરિત્ર કેટલું સુંદર છે ! તેઓ ધનવાન ક્ષત્રિયકુળમાં જન્મ લે છે અને ગ્રહને ત્યાગ કરી દે છે. તેઓ પિતાનું ધન દરિદ્રોને દાન કરી દે છે અને વિરક્ત થઈ જઈને જંગલમાં અંતર્યાન અને તપસ્યાને માટે ચાલ્યા જાય છે. કેટલાક લોક તેમને ત્યાં પીડા દે છે, પરંતુ તેઓ તો શાંત અને મૌન જ રહે છે. તપસ્યાની અવધિ પૂરી થયા પછી તેઓ બહાર આવે છે, તે પિતાના સિદ્ધાંતને ઉપદેશ કરવા સ્થળે સ્થળે ફરે છે અને ઘણુએ માણસે એમની મજાક ઉડાવે છે. સભાઓમાં તેઓ એમને તંગ કરે છે, એમનું અપમાન કરે છે; પરંતુ પોતે તો શાંત અને મૌન જ રહે છે. એક શિષ્ય તેમનો ત્યાગ કરી જાય છે, અને તેમની વિરુદ્ધ લોકમાં મિથ્યા વાર્તા ફેલાવે છે. તેઓ એક મહાવીર-એક વિજેતા-એક સાચા મહાપુરુષબની જાય છે, કારણ તેઓ શાંતિની શક્તિનો વિકાસ કરતા રહે છે. નિઃસંદેહ તેમના જીવનને તેમના ભકત પર ઘણે સારો પ્રભાવ પડયો. તેમણે પોતાના સંદેશને સર્વે બાજુ ફેલાવ્યો. કહેવામાં આવે છે કે, પાયરે નામક યુનાની વિચારક જિમિનેસેફિસ્ટના ચરણોમાં બેસીને દર્શનશાસ્ત્ર શીખે. જણાય છે કે, જિમિનસક્રિસ્ટો જૈન ભેગી હતા, જેમ એમનું આ નામ નિર્દેશ કરે છે. બચપણમાં તેમનું નામ વીર રાખવામાં આવેલું. તે સમયે તેમને વર્ધમાન પણ કહેતા હતા, પરંતુ આગળ જતાં તેઓ મહાવીર કહેવાયા. મહાવીર શબ્દનો મૂળ અર્થ મહાન યોદ્ધો થાય છે. કહેવામાં આવે છે કે, એક દિવસ જ્યારે તેઓ પિતાના મિત્રો સાથે ગમ્મત કરી રહ્યા હતા તે વખતે એમણે એક મેટા કાળા નાગને એની ફણા પર પગ મૂકીને ઘણું ગૌરવથી વશ કર્યો હતો અને ત્યારથી જ તેમને એ વિશેષણ પ્રાપ્ત થયું. મને તો આ વાર્તા રૂપક લાગે છે. કારણ કે મહાવીરે ખરી રીતે તો કષાયરૂપી સર્ષને વશમાં કર્યો હતો. તેઓ મૂળથીજ એક મહાન વીર–મહાન વિજેતા હતા. એમણે રાગ અને દ્વેષને જીતી લીધા હતા. તેમના જીવનને મુખ્ય ઉદ્દેશ ચૈતન્ય હતો. એ જીવન પરમ શક્તિનું હતું. પીતવર્ણ” અને “સિંહ” એ બે તેમનાં પ્રિય ચિહ્ન છે. આધુનિક ભારતવર્ષને પણ મહાન વીરેની આવશ્યકતા છે, માત્ર ધન અથવા જ્ઞાન ઘણું જ ઓછું ઉપયોગી છે; આવશ્યકતા છે આવા પુરુષાથી પુની કે જેઓ પોતાના હદયમાંથી ડરને દેશવટો આપી સ્વાતંત્ર્યની સેવા કરે. મહાવીરની વીરતા એમના જીવન અને ઉપદેશમાં પ્રતિબિંબિત છે. એ જીવન અદ્વિતીય આત્મવિજયનું છે. તેમને ઉપદેશ પણ વીરતાપૂર્ણ છે. “સર્વે જીવોને પિતાના સમાન સમજે અને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy