________________
વિભવશાળી હિંદુસ્થાન શિક્ષા થતી હતી.”
આ પૈસે હિંદુસ્થાનમાં કયા કયા બંદરમાંથી કેવી કેવી રીતે આવતો ને એ બંદરોમાં કયી કયાં વસ્તુઓને વેપાર ચાલતો હતો એ જોવા જેવું છે. હિંદુસ્થાનમાં એ વખતે ઠઠ્ઠા, દીવ, ખંભાત, સુરત, મલબાર, ચૌલ, ગોવા, દાભોળ, વસઈ, કાલીકટ, કેચીન, મછલીપદમ વગેરે પ્રસિદ્ધ બંદરો હતાં. આસપાસના પ્રદેશમાં બનતો સામાન આ બંદર પર આવતો અને ત્યાંથી તેની પરદેશમાં તેમજ સ્વદેશમાં રવાનગી થતી. હિંદુસ્થાનના પશ્ચિમકિનારા પર એ વખતે ઠઠ્ઠા એ પ્રસિદ્ધ શહેર હતું. આ શહેરમાં જેટલો વેપાર થતે તેટલો ઉત્તરમાં કયાંય પણ થતો નહિ. આ શહેરથી ત્રણ દિવસના ટપાપર રોરી બંદર હતું, ત્યાંથી નિકાસ થતી હતી. આ ઠેકાણે આગ્રા, મુલતાન, લાહોર વગેરે પ્રાંતમાંથી માલ આવતો હતો. આ પ્રાંતમાં સાકર, તથા જુદી જુદી જાતનું કાપડ તૈયાર થતું હતું. અહીં માછલાં પુષ્કળ થતાં ને તે પરદેશ મોકલાવાતાં. માછલાંનું તેલ કાઢવાની કળા એ વખતના લેકો જાણતા હતા ને એ તેલનો વહાણેના કામમાં ઉપયોગ કરતા હતા. આ સિવાય ચામડાંને ધંધે એ ઠેકાણે પૂર્ણાવસ્થાએ પહોંચ્યો હતો. આ ચામડાં તેઓ અત્યંત કૌશલ્યથી કમાવતા હતા ને તેના પર રંગબેરંગી રેશમનું ભરતકામ કરીને સુંદર સુંદર ફૂલોની અને માણસની પ્રતિમા કાઢતા હતા. આ ચામડાંની જણસો, લોક ગાલીચાને બદલે પથારીપર તેમજ બેઠકમાં ઘાલતા. તેજ પ્રમાણે અહીં લાકડી કામ પણ જોવા લાયક થતું હતું. કબાટો, પેટીઓ, ડેસ્ક તેમજ બીજી અનેક હજારે જણસો અહીં બનાવાતી ને તેના પર મેતીની છીપલીઓ અત્યંત કૌશલ્યથી બેસાડી પરદેશ મોકલાતી. આ બંદર અત્યંત જાહેરજલાલી ભોગવતું હતું. ત્યાં ૪૦,૦૦૦ વહાણોની આવજા ચાલુ હતી.
દીવ બંદર પણ એ વખતમાં અત્યંત મહત્ત્વનું હતું. તુર્કસ્થાનના ૪૦૦ વેપારી આ બંદરમાં કાયમનો અડ્ડો જમાવીને બેઠા હતા. પિોર્ટુગીઝોના આગમન પછી આ બેટનું મહત્ત્વ અત્યંત વધ્યું, ને પોર્ટુગીઝોને આ બંદરમાંથી છ લાખ રૂપિયા જકાતના ઉત્પન્નતરીકે મળવા લાગ્યા. આ બંદરે અગણિત જહાજો આવતાં, તે બંદર પરદેશમાં મોકલવાના માલનું કે ઠાર બન્યું હતું. ત્યારપછી એને લગતું બંદર ખંભાતનું, આ બંદરને હિંદુસ્થાનનું માનચેસ્ટર કહેતા, અને એ વખતના ગુજરાતને લંકેશાયર સંજ્ઞા હતી. હિંદુસ્થાનનાં તમામ બંદરમાં અત્યંત મોટાં અને પુષ્કળ જાહેજલાલી ભોગવતાં એવાં એ બંદરો હતાં. હિંદુસ્થાનમાં જે જે ઉત્તમોતમ વસ્તુઓ થતી એનું આ માહેરઘર હતું. અહીંની ઉત્કૃષ્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com