________________
શુભસંગ્રહ–ભાગ ૭ માં થયો કે તેને એ અધિકાર પરથી દૂર કરવામાં આવ્યો. એ સ્ટેટમાંથી એને ધકેલી કાઢવામાં આવ્યો. જ્યારે તે ટેટની હદ ઓળંગી ગયે ત્યારે એક જંકશન પર એક માણસ બૂટ, પાટલૂન અને હેટ પહેરીને એની સામે આવ્યો. તેને ઓળખતાં રેસીડેન્ટ ચકિત થઈ ગયો. તેણે આવતાં જ અંગ્રેજીમાં વાતચીત શરૂ કરી. તેને જોતાં જ તે કંપવા લાગ્યા. કંઈક જાળથી, કંઈક આશ્ચર્યથી અને કંઈક ક્રોધથી છેવટે તે બોલ્યો “તને ઇનામ તે આપવામાં આવ્યું છે વળી પાછે મારી પાસે કેમ આવ્યું?”
“આપે કહ્યું હતું કે જે માણસ મારે ભેદ ખેલનાર ગુપ્તચરને પકડી આપશે તેને ઇનામ આપીશ.”
“હા, કહ્યું હતું. શું તેં એને પકડે છે ?” “હા, હા, ઇનામ આપો. તે હું પોતેજ છું.”
રેસીડેન્ટ આ સાંભળી થરથર કંપી ઉઠયા અને દાંત કકડાવીને બોલ્યા કે “અરે, જે રાજ્યની હદમાંજ તારો પત્તો લાગ્યો હેત તે તારા ફૂએંકૂર્ચા ઉડાવી નાખત. ખેર, પણ આખરે તેણે પિતાનું વચન પાળ્યું અને સોનાની ઘડિયાળ સૂફીજીને ભેટ આપતાં કહ્યું “જો તમે સ્વીકારે તો છુપી પોલીસ ખાતામાં માસિક ૧૦૦૦ રૂપિયાની જગ્યા હું તમને અપાવી શકું છું, પરંતુ સૂફીજીએ કહ્યું જે પગારજ લે હેત તે તમારાં વાસણ શું કામ માંજત?
આ કઈ પરંપરાની વાત છે, છતાં અસંભવિત નથી. સૂફીજીને જાસુસ ખાતામાં નોકરી આપવાનાં કહેણુ તે સરકારે અનેક વખત મોકલેલાં; પણ એ મહાન દેશભકત પિનાની દેશભકિતને ગમે તેવી લાલચથી પણ કલંક લાગવા દીધું નથી. આજે સૂફીજી આ લોકમાં નથી, પણ એવા દેશભકતનાં આત્મસ્મરણ કરનાર શહીદનાં સ્મરણ ગમે ત્યારે અને ખાસ કરી અત્યારના મંથનકાળમાં ર્તિદાયક થાય છે. પરમાત્મા એમના મહાન આત્માને શાંતિ આપે અને ભારતમાતાને આવા સુપુત્રવતી કરે ! (પ્રભા)
(૧૦-૪–૧૯૨૫ના “નવયુગ”માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com