SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સગત દેશભક્ત સૂફી અંબાપ્રસાદ હતો, જાગ્રતિને આરંભ થઈ ચૂક્યો હતે. એમણે જોયું કે પંજાબમાં કંઈક કામ થઈ શકશે; અને તે માર્ગે પ્રયાણ કર્યું. ત્યાં “પૈસા અખબારે ” એમને માસિક ૧૭૫ રૂપીઆ આપવા જણાવ્યું, “ વતન અખબારે” ૧૨૫ થી માગણી કરી; પરંતુ એમણે એની પરવા નહિ. કરતાં “હિંદુસ્તાન” પત્રના ૬૦ રૂપીઆ સ્વીકારી લીધા ! તેઓ કહેતા “આપણે “વેતન” “વેતન'નાં રોદણાં શા માટે રડીએ ? રોજને રોટલો અને પોતાના વિચારે અને સ્વાતંત્ર્યપ્રેમને પ્રચાર કરવાની તક મળતી રહે એટલુંજ મારે માટે બસ છે.” નિઃસંદેહ મેહ અને લેભની મગદૂર શી કે તેના હદયને સ્પર્શ પણ કરી શકે ? આ તે સામાન્ય વેતન હતું; પરંતુ સંભળાય છે કે એમની કુશળતા, વાપટુતા અને બુદ્ધિશક્તિ જોઈને સરકારની જાસુસી ખાતાની માસિક ૧૦૦૦ રૂપીઆની જગ્યા આપવાની માગણી થયેલી; પરંતુ એ લાલચને વશ ન થતાં એમણે તે કારાવાસ અને દરિદ્રતાનેજ શ્રેષ્ઠ માન્યાં. કેટલાક દિવસ સુધી તેઓ “હિંદુસ્તાનમાં કામ કરતા રહ્યા. એજ દિવસમાં સરદાર અજિતસિંહજીએ “ભારત માતા સાયટી”ની સ્થાપના કરી અને પંજાબના “ ન્યૂ કોલોની બિલ” વિરુદ્ધ આંદોલન શરૂ કર્યા. એ મંડળમાં સઘળાજ નવયુવકો હતા: અને મોટા ઉત્સાહથી તેઓ પોતાનું કામ કરી રહ્યા હતા. સૂફીજીને પરિચય એમની સાથે વધતો ગયો અને તેઓ પણ એ તરફ આકવા લાગ્યા. ‘હિંદુસ્તાનના સંપાદક શ્રી. દીનાનાથ એમના લેખમાં ઘણી કાપકૂપ કરતા. એમણે તેમને કહ્યું “ તમે હજી બાળક છે. નીતિ સમજતા નથી. ડરે છે, તંત્રી તરીકે મારૂંજ નામ મૂકે એટલે પત્યું. પરંતુ એ માગણું સ્વીકારાઈ નહિ; અંતે એમણે એ કામ પણ છેડયું અને પૂર્ણપણે ભારતમાતા સોસાયટીનાજ થઈ રહ્યા. પંજાબમાં જુસ્સો વધતો જ રહ્યો. લાહોરમાં જાટોને જલસો થયા. એ દુઃખી જમીનદારને સૂરીજીએ જે શબ્દોમાં ઉપદેશ આપો તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. ઈ. સ. ૧૯૦૭ના મે ની ૯ મી તારીખે લાલા લજપતરાય પકડાયા, અને સરદાર અજિતસિંહ ઉપર પણ વૈરંટ નીકળ્યું. સરદારજી છુપાઇ ગયાં; અને હજી જૂન સુધી સરકાર તેમને પકડી શકી નહિ. એ ડખેલના દિવસમાં કામ મોકુફ રહેવાથી સૂરીજી પિતાના મિત્રને મળવા રૂડકી ગયા. પાછળથી પંજાબમાં વધારે ધરપકડ શરૂ થઈ એટલે સરદાર અજિતસિંહના ભાઈ સરદાર કિશનસિંહજી અને ભારતમાતા સોસાયટીના મંત્રી આનંદકિશોર મહેતા, સૂફી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy