________________
તેમજ પદ્યમાં રચનાએ કરી છે. એમાં એમણે જે સૂત્રાત્મક કૃતિએ રચી છે તે નોંધપાત્ર છે.
સૂરિજીએ આગમેાના અભ્યાસરૂપે જે વાનગી પીરસી છે તે અનેક સ્થળેથી પ્રશંસાને પાત્ર બની છે. એમણે આગમિક સાહિત્યના દાહનરૂપે લગભગ બાવન વિષયાની આપણને ઝાંખી કરાવી છે. એ ઉપરથી આ જૈન આગમિક સાહિત્ય કેટલું બધું મૂલ્યશાળી અને મહત્ત્વનું છે તેને ઝટ ખ્યાલ આવી શકે તેમ છે.
મુનિશ્રીક’ચનવિજયજીએ પુષ્કળ પરિશ્રમ સેવીને આપણને માહિતીપૂર્ણ પુસ્તક પૂરું પાડયું છે, એ બદલ આપણે એમના ઋણી છીએ. આ પુસ્તકમાં જે મુદ્રણદોષો જોવાય છે. અને એમાં ભાષાની-ખાસ કરીને જોડણીની જે અશુદ્ધિઓ નજરે પડે છે તે જો નહાત તે। આ પુસ્તકનું મહત્ત્વ આજે છે તેથી ધણુ વધારે હાત.
અંતમાં આ પુસ્તકના લેખકમહાશયને આ કાર્ય બદલ અભિનંદન આપું છું અને આશા રાખું છું કે પેાતાની ગુરુભક્તિને પરિપૂર્ણ સ્વરૂપે ધૃતા' કરવા માટે એ આગમાદ્વારકની જે જે મહત્ત્વની કૃતિ અદ્યાપિ અપ્રકાશિત રહી છે તેને પ્રસિદ્ધ કરાવવા પાતાથી બનતું કરશે.
સાંકડી શેરી, ગેાપીપુરા, સુરત
તા. ૩-૧૧-’૫૯
હીરાલાલ ૨. કાપડિયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com