SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ચુતઉપાસના પ્રકરણ ૧ ગણધરમંદિરમાં આવેલા “ગણધરપટોનું બત્રીસ શ્લોકથી વર્ણન કર્યું છે અને તેથી આગળ ઉજજયંત ગીરનાર તીર્થનું વર્ણનશરૂ કર્યું. ત્યાં ૧૫ પંદર લોક આવતાં આ તીર્થમાળા અધુરી રહી છે. (૮૨) ત્રથીતવદ્વાદશિકા સં૫. ૧૨, ચં. ૧૪, ૨.સં. ૨૦૦૫. ઉત્પાદ વ્યય અને ધ્રુવ સ્વરૂપ જે માત્રુકાપદ છે, તે મય તમામ વસ્તુ જગતમાં છે, તેમ આ પ્રકરણમાં જણાવ્યું છે. (૮૩) ત્રિપદી પંચષષ્ટિક સ, ૫. ૬૫, ગ્રં. ૭૫, ૨.સ. ૨૦૦૫ ઉત્પાદ વ્યય અને ધ્રુવ એ ત્રણે વસ્તુને “ત્રિપદી કહેવામાં આવે છે અને ગણધર ભગવંતે દીક્ષા લેતાં ભગ/ વંતના મુખથી એ ત્રિપદીને પામીને ‘દ્વાદશાંગી'ની રચના કરે છે. એ ત્રિપદીનું આ ગ્રંથમાં વર્ણન કરાયું છે. ઉત્પન્ન થવું એટલે શું ? નાશ થવું એટલે શું? અને સ્થિર રહેવું એટલે શું ? એનું સવિસ્તર વર્ણન આ ગ્રંથમાં કરાયું છે. (૮૪) દયાવિષ સ, ૫. ર૧, ગ્રં. ૨૧, ૨.સં. ૧૯૮૪. આ પ્રકરણની અંદર દયાને વિચાર કરાય છે. જીવદયા જે કોઈ સ્થળે હોય તે તે શ્રી તીર્થંકર પરમાત્માના શાસનમાં જ છે, બીજે નથી. તેમ હિંસામાં ધર્મ નથી, તે વાત આ પ્રકરણમાં જણાવાઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035268
Book TitleShrut Upasna Yane Sahitya Seva
Original Sutra AuthorN/A
AuthorRamanlal Jaychand Shah
PublisherRamanlal Jaychand Shah
Publication Year1960
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy