________________
(૩૧) વારે વારે કણિકને કહે, એક હાર હાથીની વાત છે દશ બાંધવ નરકે ગયા, એ તે નારી તણ અવદાત રે. ધન્ય૦ ૩ એક હાર હાથીને કારણે, માંડવો અન્યાયી યુદ્ધ રે; જીવ ઘણા નરકે ગયા, તે તે નારી તણી એ બુદ્ધ રે. ધન્ય. ૪ એક પદમાવતીના વેણથી, મુવા એક કેડ એંશી લાખ રે; પંચમ અંગે તથા વળી, સૂત્ર નિરયાવલિની સાખ રે. ધન્ય ૫ નારી નવ નવા વેશ બનાવતી, નારી પાડે નરકને બંધ રે, નારી ફળ દેખાડે દુર્ગતિતણાં, નારી પાપ પડલને બંધ રે. ધન્ય ૬ લાખ તણે નર અતિ ભલે, તે છે કે મૂલ્ય વેચાય રે, એક નારીના સંગથી, તે તે મરીને નરકે જાયરે. ધન્ય૭ નારી એકણુને રીઝાવતી, એકણું કરતી સંગ રે; નારી એકણને લલચાવતી, નારી કરતી અતિઘણા રંગરે. ધન્ય- ૮ . નારી રૂપ તણી છે દીવ, કામી નર તેહ પતંગ રે; બ્રહ્મદત્ત ચકી નરકે ગયે, તે તે ગત કરી સંગરે. ધન્ય- ૯ નારી અબળા નામ ધરાવતી. પણ સબળાને સમજાવે રે, નારી હરિહર બ્રહ્મા સારિખા, તેને ધ્યાન થકી ચુકાવે રે. ધન્ય૦૧૦ નારી મોહ તણી છે વેલડી, સુરીલંતા દેખે નામ રે,
આ ઝેર દીધું ભરતારને, નારી પાપ તણું છે ઠામ રે. ધન્ય૧૧ જુઓ શામા રાણીના કેણુથી, ચાર સે નવાણું પરિવાર રે, સિંહરાવને બાળીયે, દુખ વિપાકે અધિકાર રે. ધન્ય. ૧૨ રાણી કેઈએ વર માગીયે, રાજા દશરથની પાસ રે, ભરતને રાજ્ય અપાવ્યું પછી, રામ ગયા વનવાસ રે. ધન્ય ૧૩ સર્ષનખા ચાડી ખાવા ગઈ, રાજા રાવણની પાસ રે, તેણે કરી સીતા અપહરી, રાવણ લંકાતણે વિનાશ . અન્ય ૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com