SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ અરણ્યના એકાંત પ્રદેશમાં શતાનિક નાયકને સેનાપતિ ઉપર રૂક્કો મોકલી અમુક ટુકડીઓ અપાવી, પણ છાપ મારવા સંબંધી ખાનગી ગોઠવણની ગંધ સરખી કઈને આવવા દીધી નહીં. જ્યાં કૌશામ્બીને અધિકારી વર્ગ અને જનતા આટલા અંધારામાં રહ્યાં ત્યાં એ સંબંધી હેજ પણ ઝાંખી, ચંપાના સીમાડે થવા ન પામે એમાં આશ્ચર્ય પણ શું! નાયકની આ હલચાલનો રવ સરખે કેના કાને ન પહોંચે. આખીયે રમત પાછળ નાયકની કડક સંભાળ અને પાકી દેખરેખ હતી. છાપે સફળ બને તેજ એની લાંબા કાળની મુરાદ બર આવે તેમ હતું. એના હૃદયમાં ધારિણીએ એવું સ્થિર આસન જમાવ્યું હતું કે તેણને કેઈપણ હિસાબે હસ્તગત કરવાની વાત સતત ચક્ષુ સામે રમતી હતી. એ અંગેની તમન્ના એને હરકેાઈ સાહસમાં ઝૂકાવાની પ્રેરણા પાઈ રહી હતી. નીતિકારોએ કહ્યું છે કે સાહ વિસતિ' અર્થાત સાહસિકેના ભાગ્યમાં જ લક્ષ્મીને યોગ હોય છે એ ખોટું નથી જ. નિશ્ચિત કરાયેલા સમયે નાયકે પોતાની ટુકડી સાથે ચંપાપર આક્રમણ કર્યું ત્યારે કોઈપણ જાતની ભીતિ વિના પ્રજા નિકાના ખેળે નિશ્ચિંતતાથી પોતા હતી. ગ્રીષ્મ નિવાસ તરફ હલ્લો લઈ જવામાં નાયકને પાટનગરના કોઈ જાહેર માર્ગો વટાવવાના નહતા. મધરાતના ટકારા થયા પછી પ્રસરેલા અંધકારમાં એકાએક બંદૂકાના ધડાકા થવા માંડ્યા અને શસ્ત્રોના ચમકારા સાથે મહાલયના રક્ષકે સાથે આનંતુકાની અથડામણ આરંભાઈ. આ ઝપાઝપી ઝાઝે સમય ચાલી નહીં. સંખ્યામાં રક્ષકે વધુ ન હતા. વળી આ મહાલય નગરીના પ્રાંત ભાગે આવ્યો હતો અને બનાવ આકસ્મિક હતો એટલે એના સમાચાર અધિકારી વર્ગમાં પહોંચ્યા અને સેનિની ટુકડી સજજ થઈ આવી એમાં ઘણી ઘટિકાઓ વીતી ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy