________________
બાળકા વસુમતી મેજ જુદી જ છે. એ તે અનુભવને વિષય ગણાય. વળી સૈનિકોને બેસાડી મૂકી નિષ્ક્રિય અને આળસુ બનાવવા કરતાં, જુદા જુદા પ્રદેશમાં કૂચ કરાવી સતત કાર્યરત રાખવા એ એછું લાભદાયી નથી. અહીં તે શાંતિ . વળી તેમાં સર્વ અહીં બેઠેલા છે. હું પખવાડીયું . આધો ગયો એથી શું દાટ વળી જવાનો છે? રાજવી તો ઘુમતે જ સારે.
ચંપાનગરીના અને આસપાસના વાતાવરણની ઝાંખી કરી હવે ઝરૂખામાં ચાલતા વાર્તાલાપ તરફ વળીએ.
ગંગ–કહેન કહે પણ રાણજી ! તમે આજ, રોજના સરખા પ્રફુલ નથી જણાતા. તમારો ચહેરો જ એ વાત દર્શાવી આપે છે. - સખી ગંગા ! હજુ તું રાણીજીનું સંબોધન ચાલુ રાખ્યા કરીશ? ચંપાની જનતા માટે હું રાણી તરીકે ઓળખાઉં પણ તારા માટે તે ધારિણી જ છું. હવેથી એ વિશેષણ આગળ આણવાની ભૂલ ન કરતી.
મન પ્રફુલ્લ નથી અને અંતરમાં ગ્લાની ઉદ્ભવી છે. એ કહેવા સારૂ તો તને આ ધીકતા તાપમાં તેડાવી છે.
તો પછી શરી રમણ એ વાત ઝટપટ કહી નાંખને કે જેથી લેવા જોઈતા ઈલાજ હાથ ધરાય અને એનું નિવારણ સત્વર કરી દેવાય.
રાજમહાલયના સુખે, પાણું માંગતાં દુધ હાજર કરનાર દાસ દાસીઓ, કાલું ઘેલું વદી સદેવ આનંદ આપનાર તનયા વસુમતી અને વેણ મુખમાંથી બહાર પડે તે પૂર્વે એને ઉંચકી અમલી બનાવનાર વારા પ્રાણવલ્લભ વચ્ચે વસનાર તમને, શાં કારણે ગ્લાની જન્મવી જોઈએ? .. " આ સંસારવાસી લલનાઓ આ કરતાં કયા વધુ સુખનાં સોણલાં સેવે ?
કદાચ પુત્ર વિશે એક ચિંતા કરાવતે હેય તે એ પણ આશા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com