SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ રમણું તે એ જ ઘમંડ ઉતારવાની વાતથી હાથ ખંખેરી વાળો. જેડે એ પણ કહ્યું કે તમે મરદ જાતિના ગૌરવને ગજ લાંબે રાખ્યો છે. કારણ વિના એ રમણીએ ઘમંડ દાખવ્યો તો નહીં હોય ને! અરે કરણ! તું પણ પૂરૂં જાણ્યા વિના શું હાંકયે રાખે છે? આ કંડરીકના પાણી માંગવા રૂપ સામાન્ય પ્રશ્ન પરથી તેણીએ યુવાનીના મદમાં છકી જઈ રજનું ગજ કરી મેલ્યું. એ તો અમારે કૌશામ્બી પહોંચવામાં વિલંબ થતું હતું, નહીં તો એ વેળા જ એની બબડી બંધ કરી, હાથ બતાવી દીધો હત. કેમ કંડરીક ! મારી વાત ખરી છે ને ! “શેઠ કહે સાગરનું પાણી મીઠું છે તો હાજી હા’ જેવા સાથીદારે નાયકની વાતમાં કેરા પાને તું માર્યું. નાયકને ભાણેજ પણ પાકે ખેલાડી હતો. એ બોલી ઉઠે– મામાજી ! એવા ગર્વમાં કંઈ જ દમ નથી. અહંકાર તે રાવણ જેવા ત્રિખંડાધિપતિને નથી રહ્યો. ક્ષત્રિય રમણીના તેજ જુદા જ હોય છે. તેણીની પવિત્રતા પર કંઈ પડકાર થયા વિના એ ભાગ્યે જ છંછેડાય છે; અને એકવાર વિફરી એટલે ડસીલી નાગણ જ - જોઈ લ્યો. નાયક-ભાઈ! ત્યારથી તે થાકયા. દલીલ, દલીલ અને દલીલ. - જ્યારથી તમારા રાજવી ગણરાજ ચેટક મહારાજના તંત્રની લતે ચઢયા છે ત્યારથી તમારા લોકોના વિચાર જ કઈ જુદી રીતે વહે છે. મરદ જાતિના માન–અપમાનની તમને કંઈ ખેવના જ નથી. “સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ” જેવા સનાતન વાક્ય પર વિશ્વાસ નથી. પુરુષ તે પુરુષ અને નારી તે એના પગની મોજડી જેવી ! ધર્મમાં જ્યાં પુરુષનું પ્રધાનત્વ છે ત્યાં વહેવારમાં હોય જ. એમાં નવાઈ જેવું શું છે? પ્રધાનત્વ' ના નામે ઘેટાં ન ચરાવો. એ પાછળનું રહસ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy