________________
૫૪
સતી શિરોમણી ચંદનબાળા મહારાજ ! મને બોલવાની રજા હોય તો એ સંબંધમાં મારી, અનુભવેલી વાત કહું.
યશપાળ! તમારે રજા માગવાની ન હોય. તમો મારા રહસ્ય મંત્રી. છે. જે કહેવાનું હોય તે સત્વર કહી નાંખો. પડોશી રાજ્યો મારા સાચા પ્રેમને નબળાઈ ગણે કે મને પ્રથીલ માને એ વાત હું ઘડીભર ચલાવી લેવા તૈયાર નથી.
સંમતિ મળતાં જ ઘારિણવાળા કુવાકાંઠાનો પ્રસંગ યશપાળે: ટૂંકમાં વર્ણવી બતાવ્યો અને ઉમેર્યું કે
ચંપાના મહાલયને શોભાવે તેવું આ પણ એક સ્ત્રીરત્ન છે. ચેડા. મહારાજાની પુત્રી જેવી અન્ય ન સંભવે, છતાં એની સ્મૃતિ ભૂલાવે અને ભલભલાને પડકારે એવી આ જોગમાયા છે. ગણનાપાત્ર નારી છે.
રામશર્માયશપાલજી, જરાં નામ તો ફરીથી કહે. * હરનામસિંહ ઠાકરની એકની એક પુત્રી. એનું નામ ધારિણું.
રામશર્માએ આંગળીના ટેરવાં હેરફેર કરી છેડે સમય કંઈ વિચારી જોયું અને પછી બોલ્યા–રાશિ અને ચંદ્રમાના યોગ તો અતિ સરસ છે. રાજવીને ગૃહસંસાર દીપાવે તેવો ગ્રહ છે વળી સંતાન યોગ પણ જોવાય છે. કરે, શુભસ્ય શીઘમ અમર રાખ્યું.
સારા કામમાં વિન ઘણું એ જન ઉક્તિ લક્ષ્યમાં લઈ કંકુમાં પાણી જલ્દી નાંખવું સારું.
સૌની નજર ભૂપતિ સામે વળી. તેઓ શું જવાબ આપે છે એ સાંભળવા સૌ આતુર બન્યા.
તેઓ બોલ્યા-મારે નવું કંઈ જ ઉમેરવાનું નથી. યશપાળની. પસંદગી પર મને પૂરો ભરે છે. એમાં વળી પુરોહિતજીની હા મળી, છે. એ અંગે જે કંઈ કરવું જોઈએ તે મહા અમાત્યને કરવાની પૂરી, સ્ટ છે. હવે રહે છે કંઇ અધૂરું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com