________________
સંભવિત છે. કોઈ રથાને દધિવાહનને બદલે “છતશત્રુ' તરિકે ઉલ્લેખ છે. એ કાળે મૂળ નામને ઠેકાણે પરાક્રમથી પ્રાપ્ત કરેલ બિરૂદથી વધુ
ખ્યાતી થતી એવું જોવાય છે. જેમ “બિંબિસારને બદલે “શ્રેણિક” કૂક'ને બદલે “અજાતશત્રુ' અને “અવકણિકની જગાએ “કરકંç.” એ ધોરણે યુદ્ધમાં વધુ વાર જયશ્રી વરનાર રાજવી દધિવાહનનું બીજું નામ “ જીતશત્રુ’ હોય એ સંભવિત છે. શેઠ સુદર્શનનો પ્રસંગ ચરમ તીર્થપતિના શાસન સબંધવાળા હોવાથી, અને અભયારાણીએ એમાં અગ્ર ભાગ ભજવ્યો હોવાથી, ઉપરના મંતવ્યને પુષ્ટિ મળે છે. કથાનાયિકા ચંદનબાળા હોવા છતાં, આસપાસ કૌટુંબિક સજને એવી રીતે થયું છે કે ઘડીભર પહેલી નજરે એ પૂર્ણ સ્વાંગમાં ન પણ આંખે ચઢે. પણ એ બાળાએ જીવનમાં જે ભાગ ભજવ્યો અને વયમાં નાની છતાં પ્રૌઢાને પણ ટક્કર મારે તેવી કાર્યવાહી કરી દેખાડી, એને વિચાર કરતાં, એ જાતના ઘડતરમાં–એનામાં એ પ્રકારના સંસ્કાર સૃજન કરવામાં–જે જે પાત્રોનો ફાળો નેંધાયો હતો એ વાત યાદ કર્યા વિના ન જ ચાલે.
આ કૃતિમાં લેખકને કેવા પ્રકારની સફળતા પ્રાપ્ત થઈ છે એ તે વાચકે જ કહી શકે. પ્રફ જોવામાં કેટલીક ભૂલ રહી છે, અને કેટલાંક સ્થાને “ત” તથા “ન” તેમજ “લ” તથા “વ”ના ઉકેલમાં ગળતી થઈ છે એ વખતસર ગ્રંથ પ્રગટ કરવાની ઉતાવળને આભારી છે.
અંતમાં જણાવવાનું કે શોખથી આલેખાયેલા પ્રભાવિક પુરુષો ભાગ ૧ તથા ભાગ ૨ માફક આ પુસ્તક પણ જનભના આદરને પાત્ર નિવડે એજ અભ્યર્થના.
પ્રેમકુટિર-ખંભાત ) ભાઈબીજ
મોહનલાલ વીપચંદ ચોકશી સં. ૨૦૭૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com