SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સતી શિરોમણી ચંદનબાળા દધિવાહનને ઉતારી પાડવાના પેંતરા રચાય છે. મારા માતાપિતાને મળવાના નિમિત્તે જઈ, જાણીતા મુખીઓને મળી,ચંપાની પરિસ્થિતિને ખ્યાલ આપવાનું કામ મારા સ્વામીને આપવામાં આવ્યું અને તેથી તેમણે આ નેધ તૈયાર કરી છે. સાચી પરિસ્થિતિ જણાવવાનું એ દ્વારા સુગમ પડે. જે કંઈ બન્યું છે એ અતિશય દુઃખકર છે, પણ એમાં ચંપાપતિ દધિવાહનને કંઈ પણ દોષ નથી. ગર્ભિણી પદ્માવતીના ગુમ થવા પાછળ રાજવીએ શેાધ કરાવવામાં જરા પણ કચાશ રાખી નથી. અરે, મહિનાઓ વીતવા છતાં, રાજ્ય કાર્યમાં રાણીની જરૂર ડગલે પગલે રહેતી હોવા છતાં, અન્ય રાજવીઓના અંતઃપુરમાં એકથી વધુ રાણીઓ નજરે જોવા છતાં, રાજાઓ માટેની આવી પ્રચલિત રસમ છતાં, અને અધિકારી વર્ગ તરફથી એ માટે આગ્રહ ચાલુ છતાં, જેણે અંતરને શોક નથી તો એછો કર્યો કે જેણે ફરીથી લગ્ન કરવાની હા પણ ભણું નથી અને પ્રેયસી પાછળ જેની ગુરામણ જરા પણ ઓછી નથી એવા શુદ્ધ પ્રેમી નૃપ પાછળ મનગમતા ગપગોળા ગબડાવવા, અરે કલ્પિત તહેમત ખડા કરવા, એ મારા પિયરવાસી પ્રજાજનોમાં રય થઈ પડે છે! એ પાછળ કૌશામ્બીપતિ આંખર્મિચામણ કરી રહ્યા છે. મંત્રીમંડળને એ પાછળ કંઈક જુદી જ ગંધ આવે છે. આ લીલા આગળ વધતી રહે તે રાજ્ય પર જબરું જોખમ આવે એમ તેમનું મંતવ્ય હેવાથી, કૌશામ્બી જઈ, વાતાવરણ નિર્મળ કરવા–અને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આપવા–ના કાર્યમાં મારા પતિદેવને મુખ્ય ભાગ ભજવવાને છે. સાથેસાથ ચંપાના દરબારને શાભાવે, રાજવી દિધિવાહનને શાક ઓછો કરાવી રાણી પદ્માવતીની બેટ ભૂલાવે, એવી કોઈ રમણની શોધ કરતાં આવવાની જવાબદારી પણ તેમના શીરે નાખવામાં આવી છે. વચમાં વડીલની માંદગીનો આ પ્રસંગ આવી પડવાથી એમાં ઢીલ થઈ છે. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy